Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહેમદાવાદ પાસે પીકઅપ ડાલામા સંતાડીને લઇ જવાતો પોશડોડાનો જથ્થો ઝડપાયો.

Share

મહેમદાવાદના ખાત્રજ ચોકડી પાસેથી પીકઅપ ડાલામા ખાલી કેરેટના નીચે સંતાડીને લઈ જવાતો પોશડોડાનો જથ્થો પકડી પાડયો છે. આ બનાવમાં
૨ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી પાસે સર્કીટ હાઉસ નજીકથી પસાર થતી પીકઅપ ડાલાને શંકા જતાં વોચમા ઉભેલ નાર્કોટીસ કંટ્રોલ બ્યુરોની ટીમે વાહનને અટકાવ્યું હતું. જેમાં વાહનની પાછળની બાજુએ ખાલી કેરેટો હતાં. કેરેટને હટાવતા પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ આ ટીમે સ્થાનિક મહેમદાવાદ પોલીસ સ્ટેશન વાહનને લઈ ગયા હતા અને ચાલક સહિત અન્ય એકની પુછપરછ કરી હતી. નાર્કોટીસ કંટ્રોલ બ્યુરો ટીમે ૨૧૯ કિલો પોશડોડા તથા ગુનામાં વપરાયેલા વાહન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાની તપાસ નાર્કોટીસ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ગુજરાતના દ્વારકા, ડાકોર અને શામળાજી સહીત મંદિરોમાં કૃષ્ણજન્મની તૈયારી પુરજોશમાં.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકાએ ભાડાપટ્ટે જમીન મેળવી ભાડે આપવાનો નવો ધંધો શરૂ કર્યો…

ProudOfGujarat

ભરૂચ : આમ આદમી પાર્ટી અને તેમના પરિવારજનો પર થતાં હુમલા રોકવા તથા તેમને સલામતી પૂરી પાડવા બાબતે ક્લેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!