જિલ્લા કલેકટર કે.એલ. બચાણીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે દરમિયાન જિલ્લા કક્ષાના લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત એક સમીક્ષા બેઠક યોજાઈ.
લોક ફરિયાદ નિવારણ સમીક્ષા બેઠકમાં કલેકટરએ મકાન આકારણી, મહિલા કૌટુંબિક અને સરકારી જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણના કુલ ચાર પ્રશ્નોની રજૂઆતને શાંતિપૂર્વક સાંભળી આ પ્રશ્નોના નિવારણ માટે જરૂરી દિશા- નિર્દેશો આપ્યા.
કલેકટરએ સંબંધીત અધિકારીઓને લોકોના પ્રશ્નો બાબતે જાગૃત રહી એક જવાબદાર વ્યવસ્થાતંત્ર જાળવી રાખવા અને નિયમપૂર્વક કામગીરી કરવા માટે માટે સૂચન કર્યું. આ ઉપરાંત તેમણે જૂના પ્રશ્નોની પણ સમીક્ષા કરી અને આગામી સમયમાં ડાકોર ખાતે યોજાનાર ફાગણી પૂનમ મેળો તથા પ્રવર્તમાન સંજોગોમાં નવા કોરોના વેરિયન્ટ સંદર્ભે જરૂરી તકેદારી રાખવા સુઝાવ આપ્યા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી,નડિયાદ, તાલુકા વિકાસ અધિકારી, મહુધા, પોલીસ અધિક્ષક, નડિયાદ ચીફ ઓફિસર, ખેડા નગરપાલિકા અને સીટી સર્વે સુપ્રી. નડિયાદના વિભાગો તરફથી કુલ ચાર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ સમીક્ષા બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એસ. પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પી. આર.રાણા સહિત સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ