Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદના રેલવે સ્ટેશન પર અમદાવાદ – કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસનું સ્ટોપેજ આપવા રેલવે વિભાગ દ્વારા અપાઈ મંજૂરી.

Share

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદના રેલવે સ્ટેશન પર અમદાવાદ – કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસ (09247 – 09248) નું સ્ટોપેજ આપવા રેલવે વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આગામી તારીખ ૯ મી માર્ચથી જનશતાબ્દિ ટ્રેન તેના નિયત સમયે અમદાવાદ ખાતેથી રવાના થઇને નડિયાદ રેલવે સ્ટેશન પર આવી પહોંચશે. આ ટ્રેનને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ નડિયાદ સ્ટેશનથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જન શતાબ્દી ટ્રેનને નડિયાદનું સ્ટોપેજ મળતા સ્થાનિક નગરજનો સહીત ખેડા જિલ્લાના મુસાફરોને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની જવા માટે સુવિધા મળી રહેશે. જેનાથી આ વિસ્તારની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

વધુમાં બાંદ્રાથી અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ અને મુંબઈથી સૌરાષ્ટ્ર મેલના જતા રૂટમાં નડિયાદ ખાતે સ્ટોપેજ હતું પરંતુ પરત ફરતા રૂટમાં નડિયાદ રેલવે સ્ટેશનને ઉમેરવાની પણ માંગણી લાંબા સમયથી પડતર હતી તે બાબતને પણ ધ્યાને લઇને નડિયાદ રેલવે સ્ટેશનને આ બંને ટ્રેનોના રૂટના સ્ટોપેજમાં ઉમેરવામાં આવ્યું છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેના સન્માનમાં સર્જન થયું છે તે સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદને જ આ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું નહોતું. જેથી લોકલાગણી દુભાઈ હતી અને લોકોની માંગણીને ધ્યાને લઇ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ સરદાર પટેલ સાહેબની જન્મભૂમિ નડિયાદને આ ટ્રેનનું સ્ટોપેજ આપવા રેલ મંત્રાલયમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ પણ સતત જનશતાબ્દી ટ્રેનને નડિયાદનું સ્ટોપેજ મળી રહે તે અંગે તેમણે પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. સાંસદની રજૂઆતને ધ્યાને લઇ રેલવે વિભાગ દ્વારા અમદાવાદ કેવડીયા (એકતા નગર) જન શતાબ્દી એક્ષપ્રેસને નડિયાદ તારીખ ૯ માર્ચથી સ્ટોપેજની મંજૂરી આપવામાં આવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી સેવા સદન ખાતે સંકલન સમિતિ ની બેઠક યોજાઇ.

ProudOfGujarat

પંચમહાલના કાલોલ પાલિકાતંત્રનો ઠંડાપીણા સહિત કેરીરસની હાટડીઓ પર સપાટો.કેરીરસનો જથ્થો નાશ કરાયો.

ProudOfGujarat

માંગરોળ : વાંકલના અંબાજી મંદિરે તેમજ સિંઘવાય માતાજીના મંદિરે આઠમ નિમિતે હોમ હવનનો કાર્યકમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!