Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદની જે.એસ. આયુર્વેદ મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓનો વિદ્યાસમાપન સમારોહ યોજાયો.

Share

નડિયાદમાં આવેલી આયુર્વેદિક મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો દિનશા પટેલ ઓડિટોરિયમ ખાતે વિદ્યાસમાપન સમારોહ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલની અધ્યક્ષતામાં આ સમારોહ યોજાયો. વિદ્યાર્થીઓને આર્યુવેદ ડોક્ટરની પદવી એનાયત કરી આયુર્વેદ ડોક્ટર બનવા માટે જે વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે આ કોલેજમાં એડમિશન લીધું હતું. તેવા વિધાર્થીઓ સાડા પાંચ વર્ષના અભ્યાસક્રમ પછી પાસ થયેલા ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે આર્યુવેદ ડોક્ટરની પદવી આપવામાં આવી હતી.

આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી બોલતા દિનશા પટેલે જણાવ્યું કે પદવી લીધા પછી સમાજમાં સેવા કરવાની તક મળી છે. તેને નિભાવજો, વધુમાં જણાવ્યું કે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે બીજાને શીખવજો, બાળક પાંચ વર્ષનુ થાય ત્યાં સુધી ૮૦ ટકા શીખી લે છે. ત્યારબાદનું વધુ શીખે છે. આ પ્રસંગે પી.યુ વૈષ્ણવ, કલાપી પટેલે ઉદબોધન કર્યા હતા. આ સમારંભમાં મહાગુજરાત મેડિકલ સોસાયટીના ચેરમેન ભાસ્કર દેસાઈ, મંત્રી અનુપ દેસાઈ, આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર એસ એન ગુપ્તા, ડોક્ટર પી.યુ .વૈષ્ણવ, ડોક્ટર કલાપી પટેલ, મહાગુજરાત મેડિકલ સોસાયટીના હોદ્દેદારો ,સ્ટાફ તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ચ્હાની લારી ચલાવતા પિતાની પુત્રી પણ આજે આયુર્વેદ ડોક્ટર બની હતી.

નરેશ ગનવાણી

Advertisement

Share

Related posts

સુરતનાં ચૌટા બજારની દબાણ હટાવો ટીમ પર ઉશ્કેરાયેલા યુવાન સહિત લોકોએ હુમલો કરતાં પાલિકાની દબાણ શાખાનાં લોકોને ભાગવાનો વારો આવ્યો હતો મારનારાઓ CCTV કેમેરામાં કેદ થયા હતા.

ProudOfGujarat

રાજપીપળા : મંથન નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજપીપળા દ્વારા પાણીને સાંકળતા વિષયો આધારિત ચિત્રસ્પર્ધાનું આયોજન.

ProudOfGujarat

ભરૂચ : સંતોષી યુવક મંડળ દ્વારા અયોધ્યા નગર વિસ્તારનાં સ્થાનિકોને માસ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!