નડિયાદ બાર એસોસિએશનમાં સેક્રેટરી, ખજાનચી તેમજ કારોબારી સભ્યની બેઠકો બિન હરીફ થતા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.પ્રમુખ માટે ૪ ઉમેદવારોમાં અનિલભાઈ વસંતભાઈ ગૌતમ, મહેન્દ્રસિંહ હિંમતસિંહ સોઢા, પ્રિતેશકુમાર અશોકભાઈ પટેલ અને સુનિલ મંગલસિંહ ચૌહાણ અને ઉપપ્રમુખ માટે ૨ ઉમેદવારો નટુભાઈ સોમાભાઈ રોહિત અને સુનિલ કનુભાઈ પટેલ મેદાનમાં હતા. આથી ચૂંટણી રસાકસીભરી બની હતી.
સવારે ૯:૩૦ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. મતદાન પ્રક્રિયા સાંજે ૪:૩૦ સુધી ચાલી હતી. કુલ ૭૦૫ માંથી ૫૯૮ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને છ ઉમેદવારોનું ભાવિ મત પેટીમાં સિલ કર્યું હતું. ૮૪.૮૨ ટકા મતદાન થયું હતું. ચૂંટણી પ્રક્રિયા બાદ ચૂંટણી સ્થળે જ બંધ રૂમમાં મતગણતરી કરવામાં આવી હતી. જેમાં આઠ વાગ્યે મત ગણતરી પૂર્ણ થતા પરિણામ જાહેર કરાયું હતું. જેમાં પ્રમુખપદે અનિલ ગૌતમ અને ઉપપ્રમુખપદે સુનિલ પટેલ જાહેર કરાયા હતા. કુલ ૧૫ મત રદ થયા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ