Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કચેરી દ્વારા રેલી યોજાઈ.

Share

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, વડોદરાના આદેશ અનુસાર વર્તુળ કચેરી, નડિયાદ દ્વારા ગુરુવારે “એનર્જી કન્ઝર્વેશન ડે”રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ વર્તુળ કચેરી અંતર્ગત આવેલ વિભાગીય કચેરીઓ તથા પેટા વિભાગીય કચેરીઓના ૨૦૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.

એન.ડી. પ્રધાન, કાર્યપાલક ઈજનેર(ટેક), નડિયાદ દ્વારા “એનર્જી કન્ઝર્વેશન ડે” રેલીને લીલી ઝંડી આપી નડિયાદ નગરપાલિકાથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.આ રેલી નગરપાલિકા થી નીકળી સંતરામ મંદિરે પહોચેલ આ રેલીમાં ઉર્જા બચાવવા અંગે, વીજ વપરાશ નિયંત્રીત કરવા, સૌર ઊર્જાના ઉપયોગ દ્વારા વીજ બચત કરવા અંગેની માહિતી તથા જાહેર જનતાને નવી ટેક્નોલોજીથી જાગૃત કરતા પ્લે-કાર્ડ, બેનર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

કાર્યપાલક ઈજનેર(ટેક), નડિયાદ વર્તુળ કચેરી દ્વારા “એનર્જી કન્ઝર્વેશન ડે” વિષે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી અને “સૌર ઉર્જા એ જ ઉર્જા બચત નો શ્રેષ્ઠ વિકલ્પ છે – તેમ જણાવી ઉર્જા બચત રેલી ને સફળ બનાવવા માટે અધિકારીઓ, કર્મચારીઓ, સિક્યોરિટી સ્ટાફ તથા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેઓએ આ રેલીને સફળ બનાવવામાં મદદરૂપ થયા હોય તેઓનો આભાર માની ફૂડ પેકેટનું વિતરણ કર્યા બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : પોતાના ગામનાં વિદ્યાર્થીઓ ભણતરમાં આગળ આવે તે માટે પોલીસ કર્મીની અનોખી સેવા, વિદ્યાર્થીઓને કર્યું ગાઈડોનું વિતરણ…!!!

ProudOfGujarat

ભાવનગર : ગારીયાધાર તાલુકામાં વરસાદી માહોલ જામતા લોકોમાં ખુશી પ્રસરી.

ProudOfGujarat

લીંબડી ખાતે શ્રી જીએસ કુમાર વિદ્યાલયમાં ડો. રાજેન્દ્રપ્રસાદ વિકાસ વર્તુળ કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!