Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કારનું ટાયર ફાટતાં અકસ્માત, એકનું મોત

Share

નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ- વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર શુક્રવાર વહેલી સવારના રોજ કારનું એકાએક ટાયર ફાટતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે આ કાર હાઈવે પર ઊંધી થઈ ગઈ હતી. કારમાં સવાર ચાર વ્યક્તિઓ પૈકી ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે. જ્યારે એક વ્યક્તિ અલ્પેશભાઈ ભીમજીભાઈ દધાણીયાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે. આકસ્માતની જાણ નડિયાદ રૂરલ પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે મધુભાઇ હરજીવનભાઇ સરડવાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. મધુભાઈ મોરબી ખાતે રહે છે અને તેઓના મિત્ર ચિરાગભાઇ ચીમનભા બાલ્ટા તથા વિશાલભાઇ હેમંતભાઇ ગોધાણીની વર્ના ગાડી લઇને અમો અમદાવાદના ગોતા ચોકડી ICB ફ્લોર એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશભાઈ ભીમજીભાઇ ના ઘરે આવેલા અને ત્યાંથી આ તમામ મિત્રો મુંબઈ ધંધા અર્થે ગત ૧૪મી ડીસેમ્બરે નીકળ્યા હતા. જ્યાંથી પરત અમદાવાદ આવતા આકસ્માત સર્જાયો છે. એક્સપ્રેસ હાઇવેના જોશીપુરા સીમ નજીક આ કારનું ડ્રાઇવર સાઇડનું આગળના વ્હીલનું ટાયર ફાટતા કાર આગળ જતા કોઈ ટ્રક સાથે અથડાઈ અને પલ્ટી મારી ગઈ હતી. આ ઘટનામાં વિશાલભાઇ હેમંતભાઇ ગોધાણી, ચિરાગભાઇ ચિમનભાઈ બાલ્ટા તથા અન્ય એકને સામાન્ય ઇજા થયી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નડિયાદનાં વસોના પલાણા ગામે મકાનમાંથી તસ્કરોએ ૧.૪૧ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર

ProudOfGujarat

‘મહારાજ’ના ડાયરેક્ટર સિદ્ધાર્થ પી મલ્હોત્રાએ જણાવ્યું કે ‘હોલી કે રંગ મા’ ગીતના શૂટિંગ પાછળનું કારણ શું હતું?

ProudOfGujarat

ભરૂચ ના કુંભારીયા ઢોળાવ વિસ્તાર માં પ્રાથમિક મૂળભૂત સુવિધાઓના અભાવના કારણે સ્થાનિક રહીશોએ પાલિકા કચેરી ખાતે રજુઆત કરી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!