Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ નેશનલ હાઇવે નં. ૮ ડભાણ પાસે આવેલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી.

Share

નડિયાદ ડભાણ નજીક નેશનલ હાઇવે નંબર ૮ પર એક ગોડાઉનમાં ગુરૂવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આગ બેકાબૂ બની હતી. ગોડાઉનમાં વેસ્ટેજ નમકીન અને ચવાણુંનું રો મટીરીયલ રાખવામાં આવ્યું હતું. જેમાં એકાએક આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી.

આ બનાવની જાણ નડિયાદ ફાયર વિભાગને થતાં ફાયર ટીમ ગટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા પાણનો મારો ચલાવ્યો હતો અને આગ સંપૂર્ણ કાબૂમાં આવી હતી. ગોડાઉનના માલિકે જણાવ્યું હતું કે, જલારામ ટ્રેડિંગ નામનું આ ગોડાઉન છે અને અહીયા પશુ આહાર બનાવવા માટે ગોડાઉનમાં વિવિધ ખાદ્ય પદાર્થો મિકસિંગ કરી બહારના રાજ્યમા મોકલવામાં આવે છે. આશરે ૨૦ ટન વેસ્ટેજ ચવાણું ગોડાઉનમાં મુકેલ હતું. જે સંપૂર્ણ નાશ પામ્યું છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ રહ્યું છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

લીંબડી માનવ સેવા જય ભીમ ગૃપ દ્વારા સેવાકીયની પૂર્ણાહુતી.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાં તસ્કરોનો હાથફેરો, રૂ ૨.૩૩ લાખનો સામાન ઉઠાવી ગયા.

ProudOfGujarat

ચોરી અથવા ખોવાયેલો મોબાઈલ જાતે જ કરી શકાશે ટ્રેક, કેન્દ્રએ લોન્ચ કરી નવી સિસ્ટમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!