Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કપડવંજમાં આવેલ ભૂતિયા ગામેથી ગાંજાનો જથ્થો ઝડપાયો.

Share

નડિયાદ એસઓજીને કપડવંજ તાલુકાના ભુતિયા તાબેના કૃપાજીના મુવાડા ગામે ગેરકાયદેસર ગાંજાની ખેતી થતી હોવાની ચોક્કસ બાતમી જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસને મળી હતી. જેના કારણે ગતરોજ સવારે આ બાતમીના આધારે એસઓજી પોલીસે સરકારી અને ખાનગી વાહનોમાં બેસી બાતમી વાળી જગ્યાએ પહોંચી હતી. જ્યાં કૃપાજી મુવાડાની સીમમાં આવેલા માનસિંહ સોમાભાઈ ઝાલા અને શંકર સોમાભાઈ ઝાલાના ખેતરમાંથી પોલીસે એરંડા, તુવેર, કપાસના વાવેતરની આડમાં ગાંજાના છોડ છુટાછવાયાં જોયા હતા. જે બાબતે માનસિંહ સોમાભાઈ ઝાલાને સાથે
રાખી ખેતરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન વનસ્પતિજન્ય માદક પદાર્થ છુટાછવાયાં ગાંજાના લીલા છોડ કુલ ૩૩૧ મળી આવ્યાં હતા. ગાંજાના છોડને જમીનમાંથી ઉખાડી એફએસેલની હાજરીમાં વજન કરવામાં આવ્યું હતું. જેનું કુલ વજન ૫૪૯ કિલો જેની કુલ કિંમત રૂપિયા ૫૪ લાખ ૯૮ હજાર છે. પોલીસે આ ગાંજા પ્રકરણમાં બન્ને સગાભાઇઓ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટ હેઠળ ગુનોં નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં બે સગાભાઈઓ પૈકી એક માનસિંહ ઝાલા પોલીસના હાથે ઝડપાઇ ગયો છે તો અન્ય એક શંકર ઝાલા ફરાર છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કોરોના સંક્રમણ મહિલાનું ડિલિવરી બાદ મોત.

ProudOfGujarat

ભાવનગરમાં પ્લાસ્ટિક વિજન ઈન્ડિયાના એક્ઝિબિશનની 12 મી આવૃત્તિની કોન્ફરન્સ યોજાઈ

ProudOfGujarat

જંબુસર ના ઉચ્છદ ગામે એક અજાણ્યા વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!