Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદનાં પશ્ચિમ વિસ્તારમાં ૪ ઇકો ગાડીના સાઇલેન્સર ચોરાયા.

Share

નડિયાદ શહેરના માઈ મંદિર રોડ પર નહેર પાસે આવેલા સાવલિયા નગર સોસાયટીમાં રહેતા યજ્ઞેશ બાલમુકુંદભાઈ શાહ તેમના ધંધાના કામકાજ અર્થે ઈકો ગાડી લીધી હતી. ગત ૯ મી ડિસેમ્બરના રોજ પોતાની ગાડી લઈને મહેમદાવાદ ગયા હતા. જ્યાંથી મોડી રાત્રે પોતાના ઘરે આવી સોસાયટીના આંગણા બહાર ઈકો કાર પાર્ક કરી હતી. બીજા દિવસ સવારે પોતાના ધંધાર્થે જવાના હોવાથી યજ્ઞેશએ પોતાની કાર ચાલુ કરતા ઇકો કારનો અવાજ બદલાયેલો હતો. તપાસ કરતાં સાઈલેન્સર ચોરાઈ ગયું હતું. આ બાદ વધુ તપાસમા નડિયાદ ચાંદની ચોક, લક્ષ્મી કોલોની ખાતે રહેતા અશોક પ્રેમચંદભાઈ ચંદવાણીની ઇકો ગાડી જૂના ડુબ્રાલ રોડ પર આવેલી સંસ્કૃતિ કુંજ સોસાયટીમાં રહેતા દર્શનાબેન દિનેશભાઈ રાવની ઇકો ગાડીના સાઈલેન્સરો આ રાત્રિ દરમિયાન ચોરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. કુલ ૪ ઈકો કારના સાઈલેન્સરોની ચોરી થઇ છે. ગત ૭ મી ડિસેમ્બરના રોજ શહેરના મહેશ વાટિકા પાસે કેનાલ પર પારીજાત રેસીડેન્સી ખાતે ફાર સેફ્ટીનું કામ કરવા આવેલા અમદાવાદના અસલાલી ખાતે રહેતા ઉમેશ સીતારામ યાદવના ઈકો કારનુ પણ સાઈલેન્સર ચોરાઈ ગયું હતું. આમ કુલ ૪ ઈકો કારના સાઈલેન્સરોની ચોરી કિંમત રૂપિયા ૧ લાખ ૬૦ હજારની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી હોવાની ફરિયાદ નડિયાદ પશ્ચિમ પોલીસમાં નોધાઈ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

પીપલ્સ બેન્ક દ્વારા જંબુસરનાં અલગ અલગ વિસ્તારોમાં સેનિટાઈઝર કરવામાં આવ્યું.

ProudOfGujarat

જંબુસર ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને મિલેટ્સ પ્રદર્શન યોજાયું

ProudOfGujarat

ઓલપાડનાં ગોથાણ ગામેથી વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગરો વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!