Proud of Gujarat
GujaratFeaturedINDIA

ધરેથી કહ્યા વગર નીકળેલ અમદાવાદનાં બે બાળકોનું પરીવાર સાથે મીલન

Share

અમદાવાદ ખાતે આવેલ ઈસનપુર વિસ્તારના મિલ્લતનગરમા રહેતા બે બાળકો કોઈને કહ્યા વગર ગત ૬ ડીસેમ્બરના રોજ પોતાના ઘરેથી નીકળી ગયા હતા. આ બાદ તેઓ અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી મુંબઈ તરફની કોઈ ટ્રેનમાં બેસી ગયા હતા. જોકે આ પછી આ બન્ને બાળકોને ભુખ લાગતા બન્નેએ ચાલુ ટ્રેનમાં ભીખ માંગતા ટ્રેનમાં સવાર એક પેસેન્જરની નજર આ બન્ને બાળકો પર પડતાં તેઓએ આ બન્ને બાળકોને લઈને નડિયાદ રેલવે પોલીસને સોંપ્યા હતા.ચાઈલ્ડ લાઈન અને ડીસીપીયુએ ઈસનપુર પોલીસનો સંપર્ક કર્યો આ બાદ રેલવે પોલીસે ખેડા ચાઈલ્ડ લાઈનને સમગ્ર કેસ સોપ્યો હતો. ખેડા ચાઈલ્ડ લાઈનના મીનાક્ષીબેન, તરલિકાબેન,ડીસીપીયુના ડો.અલકાબેન રાવલ દ્વારા બાળકોનું કાઉન્સિલીગ કરાતા આ બન્ને લોકોએ પોતાના નામ જણાવ્યા હતા અને પોતે સગાભાઇઓ થાય છે. તેઓ બન્ને અમદાવાદ ખાતે રહે આ વિગતના આધારે અમદાવાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ બાદ જરૂરી કાર્યવાહી કરી બન્ને બાળકોને તેના પરિવારજનોને સોંપ્યા છે. તપાસમાં આ બન્ને બાળકો મુંબઈ સ્થિત ગોકુલધામ સોસાયટીમાં જેઠાલાલને મળવા જવા માટે નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

દહેજ પંથક માંથી એલ.સી.બી ભરૂચે વિદેશી દારૂનો જથ્થો ઝડ્પ્યો…

ProudOfGujarat

આ છે 9 જૂનની પાંચ ભાગ્યશાળી રાશિઓ, શું તમારી રાશિ આ લકી યાદીમાં છે?

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના વિવિધ પ્રશ્નો બાબતે આમ આદમી પાર્ટીએ નાયબ કલેક્ટરને આવેદન આપ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!