Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના કોલેજન રોડ પર અકસ્માતમાં એકનું મોત.

Share

નડિયાદ શહેરમાં કોલેજ રોડ પર આવેલી ડી.પી.દેસાઈ હાઈસ્કૂલમાં કલાર્ક તરીકે નોકરી કરતાં પુલકીત ભટ્ટ ઉત્તરસંડા મૂકામે રહેતા હતા. ગતરોજ રાત્રે
પુલકીત ભટ્ટ પોતાનું એવીએટર ટુ ચલાવીને પોતાના ઘરેથી શાળા ખાતે કોઈ કામ અર્થે આવતા હતા. આ દરમિયાન ડીપી દેસાઈના ખાંચામા વળવા જતી વેળાએ વાણીયાવાડ તરફથી આવેલા નંબર વગરના નવું બુલેટ રોયલ એનફીલ્ડ બાઇકે પુલકીતભાઈના વાહન સાથે ધડાકાભેર અથડાવ્યું હતું.
જેના કારણે પુલકીતભાઈ તથા બુલેટ બાઇક પર બેઠેલા બે ઈસમો રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં પુલકીતભાઈને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું છે. જ્યારે બુલેટ બાઈક પર બેઠેલા બે લોકો ઘાયલ થયા છે. આ બનાવ સંદર્ભે પુલકીતભાઈના સંબધી ભાવેશ ભટ્ટે નડિયાદ ટાઉન પોલીસમા ઉપરોક્ત વાહનચાલક સામે કાયદાકીય ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડીયાદ

Advertisement

Share

Related posts

પંચમહાલ : મીઠાલી ગામે રેડ કરીને ખેતરમા ઉગાડેલા ગાંજા છોડના ૧૬ કિલોના જથ્થા સાથે એક ઈસમની શહેરા પોલીસે કરી અટકાયત.

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા આઠમા તબક્કાનો સેવાસેતુ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

વાલીયા ઔદ્યોગિક તાલિમ સંસ્થા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!