Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદ : ડિસ્પેચ સેન્ટર પર બે પોલીગ કર્મચારી બેભાન થતાં સારવાર અપાઈ.

Share

નડિયાદ ખાતે બાસુદીવાલા સ્કૂલમાં ચાલી રહેલ ડિસ્પેચની કાર્યવાહી દરમિયાન ઉપેન્દ્ર પટેલ નામક પ્રિસાઇડીંગ ઓફિસરને અચાનક ચક્કર આવતા તે બેભાન થઈ ગયા હતા. સ્થળ પર હાજર નર્સ દ્વારા તુરંત સ્થળ પર પહોંચી તેમનું ચેકઅપ કર્યું હતું. જોકે ડિસ્પેચ સેન્ટર પર માત્ર નર્સ સિવાય અન્ય ડોક્ટર સ્ટાફ હાજર ન હોઈ તુરંત 108 ને બોલાવવામાં આવી હતી. જેમાં ઉપેન્દ્રને સિવિલ હોસ્પિટલ પહોંચાડી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે કપડવંજ શેઠ એમ.પી. હાઈસ્કૂલ ખાતે ચાલી રહેલા ડિસ્પેચ કાર્યવાહી દરમિયાન જયશ્રીબેન ઠક્કર નામની મહિલાની તબિયત લથડી હતી. જેમને સ્થળ પર હાજર ડોક્ટરની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ડાકોર નજીક રખિયાલ -કાલસર રોડ પર અકસ્માત સર્જાતા દાદી-પૌત્રીને ગંભીર ઇજાઓ થતાં બંનેનું ઘટના સ્થળે મોત.

ProudOfGujarat

લીંબડી ગાયત્રી મંદિર ખાતે અનુસુચિત જાતિના વિધાનસભા 61 વિસ્તારોના સરપંચોનુ સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

ભાવનગર અલકા સિનેમા પાસે ગત રાત્રીના યુવાનની હત્યા કરનાર ત્રણ ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!