નડીયાદ શહેરના ભાજપના લોકપ્રિય ઉમેદવાર અને વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇના જનસમર્થનમાં આજે યુવાનો દ્વારા નડીઆદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બે જુદી જુદી બાઇક રેલીઓનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ રેલીઓમાં નવયુવાનો પોતાના બાઇકો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલી રેલીમાં પીપલગથી ડુમરાલ, ટુડેલ, પીપળાતા, કેરીઆવી, આખડોલ, વલેટવા, વડતાલ, કણજરી, રાજનગર, નરસંડા, ગુતાલ, ભૂમેલ અને ઉતરસંડા થઇને ૩૫૦ જેટલા બાઇક સવારોએ જયશ્રીરામ પંકજભાઇ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે ના ગગનભેદી નારાઓ સાથે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ ઉપર ભારે આકર્ષણ જમાવ્યુ હતુ આ રેલીમાં ભારે જનસમર્થન સાપડયું હતુ અને બાઇક સવારો માટે અનેકવિધ સુવિધાઓ પ્રજાજનો દ્વારા ઉભી કરવામાં આવી હતી.
આજ પ્રકારે નડીઆદ શહેરોમાં પણ પંકજભાઇ દેસાઇના નિવાસ સ્થાનેથી સવારે ૯-૩૦ કલાકે બાઇક રેલી યોજાઇ હતી જેમાં ૫૦૦ થી વધુ બાઇક સવારો જોડાયા હતા. આ રેલી સંતરામ રોડ, વિ.કે.વી રોડ, વિહાર સોસાયટી, નાનાકુંભનાથ રોડ, કીડની ચાર રસ્તા, સરદાર પટેલ ઓવરબ્રિજ થઇ સમતા પાર્ટી પ્લોટ, સંત રામેશ્વર મહાદેવ થઇ નિલકંઠ મહાદેવ, વિશ્વકર્મા ચોકડી, વલ્લભ નગર ચાર રસ્તા, રામદેવ મંદિર થઇ મિશનરોડ ઉપર ગાંધીબ્રિજ થઇને મિલ રોડ, કપડવંજ રોડ, જવાહર નગર, એસ.ટી.નગર, પ્રગતી નગર, કબ્રસ્તાન ચોકડ, મરીડા ભાગોળ, ચકલાસી ભાગોળ, કેલેજરોડ, મહાગુજરાત હોસ્પિટલ ,દેસાઇ વગો, મોટાપોળ, સલુણ બજાર પોલીસ ચોકી સામે થઇ રાણાવાસ, નાનાપોળ, અલ્લાદ વગો, કંસારા બજાર, નાગરકુઇ, લખાવાડ, ગ્લોબસિનેમા થઇને પરત પંકજભાઇ દેસાઇને પરત ફરી હતી. આ રેલીમાં પણ પ્રજાજનોનુ ભવ્યાતિભવ્ય સમર્થન પ્રાપ્ત થયુ હતુ અને સૌએ ભારે બહુમત સાથે પંકજભાઇ દેસાઇને જીતાડવા માટે પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. આ રેલીમાં મુખ્યદંડક અને ઉમેદવાર પંકજભાઇ દેસાઇ સહીત ભાજપના શહેર અને વિધાનસભાના ચૂંટાયેલા તાલુકા જીલ્લા પંચાયતના સદસ્યો, સરપંચો, નગર પાલિકાના કાઉન્સીલરો,સંગઠનના પદાધિકારીઓ વગેરે જોડાયા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ