Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ: વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં 12 પૈકીના કોઈપણ એક દસ્તાવેજનો ઉપયોગ કરી શકાશે.

Share

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ નું મતદાન તા.૦૫/૧૨/૨૦૨૨ ના રોજ સવારના ૮–૦૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમ્યાન યોજાનાર છે. આ મતદાન દિવસે મતદાન અર્થે મતદાન મથકે આવનાર મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) અથવા ચૂંટણીપંચ દ્વારા નકકી કરવામાં આવેલ 12 પૈકીના કોઈપણ એક દસ્તાવેજનો ઉપયોગ કરી શકાશે.

મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) ના હોય તો આધારકાર્ડ, મનરેગા જોબકાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફીસ દ્વારા આપવામાં આવેલ ફોટો સહિતની પાસબુક, શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યુરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, NPR હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટકાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ, કેન્દ્ર સરકાર/ રાજય સરકાર/ જાહેર સાહસો/ પબ્લીક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટો ધરાવતું ઓળખકાર્ડ, સંસદસભ્ય/ ધારાસભ્ય/ વિધાન પરિષદના સભ્યશ્રીને આપવામાં આવેલ અધિકૃત ઓળખકાર્ડ, Unique Disabllity ID (UDIF) Card, અને સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર માન્ય ગણાશે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાના કુરાઇ ગામમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન યોજાયું…

ProudOfGujarat

અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ પાસે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ ના નવા ભોજન કેન્દ્રનો મુખ્યમંત્રીએ શુભારંભ કર્યો

ProudOfGujarat

આમોદ પોલીસે આછોડ સ્મશાન પાસે ખુલ્લામાં રમાતો જુગાર ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!