ચૂંટણી પંચ દ્વારા બીએલઓ મારફત તમામ મતદારોને વોટર ઇન્ફોર્મેશન સ્લિપ તેમના ઘરે પહોંચાડવામાં આવી છે. આ વોટર ઇન્ફોર્મેશન સ્લિપમાં મતદારનાં વિધાનસભા મતવિસ્તાર, મતદારનું પૂરુ નામ, મતદાન મથકનો ક્રમાંક નંબર, મતદાન મથકનું સરનામું, મતદારનો ક્રમાંક નંબર અને હેલ્પ લાઇન નં. ૧૯૫૦ દર્શાવાવામાં આવેલ છે. આ વોટર ઇન્ફોર્મેશન સ્લિપના પાછળના ભાગમાં મતદારે જે જગ્યાએ મતદાન કરવા જવાનું છે તે મતદાન મથકનો નકશો દર્શાવવામાં આવેલ છે. તેમજ મતદારને કોઇ તકલીફ ન પડે તે માટે મતદાન મથકના બુથ લેવલ ઓફિસરના નામ અને મોબાઇલ નંબર અને જરૂરી સૂચના મળી રહે તે માટેની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી છે.
ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓ માટે એક ખાસ સેવા પુરી પાડવામાં આવી છે. જે મતદાતાઓને વોટર્સ સ્લિપ નથી મળી તે મતદાતાઓને નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ (nvsp) પરથી વોટર્સ સ્લિપ પ્રાપ્ત કરી શકશે. https://electoralsearch.in/ લિંક પર ક્લિક કરી નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ પર મતદારે પોતાનું નામ, પિતાનુ નામ, વય, જન્મતારીખ, જેન્ડર, રાજ્ય, જિલ્લો, વિધાનસભા ક્ષેત્ર અને વેબસાઈટ ઉપરનો કોડ નાખી સર્ચ બટન પર ક્લિક કરવાથી મતદાનનું બુથ, બુથ ક્રમાંક અને ક્યાં મતદાન કરવા જવાનું છે એની સ્લિપ ઓનલાઈન મળી શકશે અને મતદાર પોતાના મતનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ભાગીદારી નોંધાવી શકશે.
નરેશ ગનવાણી : નડિયાદ