Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : એક્સપ્રેસ હાઈવે પર ત્રિપલ અક્સ્માતમાં એકનું મોત.

Share

નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ગત મોડી રાત્રે અશોક લેલન દોસ્ત ગાડી વડોદરા જઈ રહી હતી. આ દરમિયાન આ વાહનના પાછળના વ્હિલમા પંક્ચર પડતા ચાલક દિનેશ ભરતસિંહ રાઠોડ (ઉ.વ.30) પોતાનુ વાહન હાઈવેની સાઈડમાં શેઢી નદી નજીક અરેરા ગામની સીમમાં વાહન ઉભું રાખ્યું હતું. પાછળ આવતા પ્રાંતિજના કીસ્મતજી બકાજી મકવાણા પોતાનું વાહન મહેન્દ્ર પીકઅપ ગાડી લઈને આવતાં હતાં. તેથી તેઓએ ઉપરોક્ત અશોક લેલન પાછળ પોતાનું વાહન ઉભુ રાખી મદદે આવ્યા હતા. દિનેશભાઈ રાઠોડ પોતાના વાહનને જેક ચઢાવી ટાયર બદલતા હતા. આ દરમિયાન અમદાવાદ તરફથી પુરપાટે આવી રહેલ ટ્રેલર એ સૌપ્રથમ મહેન્દ્ર ગાડીને ટક્કર મારી હતી જે પછી ઉપરોક્ત અશોક લેલનને ટક્કર મારી હતી. આથી જેક ચઢાવતા દિનેશભાઈ રાઠોડને શરીરે ગંભીર ઈજા થતાં તેઓનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે મૌલિકભાઈ અરુણભાઈ ખમારે નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા સબ જેલમાંથી ચેકીંગ દરમ્યાન અલગ-અલગ ત્રણ કેદી પાસેથી ત્રણ મોબાઈલ અને એક ચાર્જર મળી આવ્યું.

ProudOfGujarat

ભારેકરી – ભરૂચના બે યુવાનો બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાનના મન્નતની દીવાલ કૂદી અંદર પ્રવેશી ગયા, પોલીસે કરી ધરપકડ

ProudOfGujarat

અંકલેશ્વરનાં મલયાલી-કેરેલા સમાજે ઓનમની ઉજવણી મોકુફ રાખી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!