નડિયાદ તાલુકાના આખડોલ ગામની સીમમાં આવેલી પાણી વગરની કેનાલમા રવિવારના રોજ બાળકીનો રડવાનો અવાજ સંભળાયો હતો. અહીંયાથી મોટરસાયકલ પર પસાર થઈ રહેલ એક દંપતીને આ અવાજ સંભળાતા એક સ્થાનિક ગોવાળીયા સાથે આ દંપતિએ પાણી વગરની કેનાલમાં ઉતરી તપાસ હાથધરી હતી. દરમિયાન માટીના ટેકરા પર એક નાની બાળકી ઉંધી સુવડાવેલી હાલતમાં મળી આવી હતી. હાલ બાળકીની તબિયત સારી આ દંપતિ અને ગોવાળિયાએ આખડોલ ગામના સરપંચને જાણ કરી હતી. આથી મહિલા સરપંચના પતિ બુધાભાઇ પરમાર ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. સમગ્ર મામલા સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. આ બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાળકીને તુરંત સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો આ મામલે પોલીસે બુધાભાઇ ની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની તપાસમા આ બાળકી એક માસની હોવાનું બહાર આવ્યું છે. હાલ બાળકીની તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું છે.
નરેશ ગનવાણી : નડિયાદ