Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં પદવીદાન સમારોહ યોજાયો.

Share

શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં અને કો – ઓર્ડીનેટર રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર (તપોવન) માં 22 મી batch નો પદવીદાન સમારોહ યોજાયો. તેમાં સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ તથા ઉપસ્થિત સંતશ્રી ઓ અને મહેમાનોના હસ્તે ૧૫૦ બાળકો ને તેમના જીવનનું પ્રથમ પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યું. જેમાં શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર બાળકો એ શ્લોકનું ઉચ્ચારણ પ્રસ્તુત કર્યા હતા. જેમાં પરમ પુજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજે તપોવન ખાતે પધારી બાળ ઉછેર વિકાસની જાગૃતિ લાવી ભાવિ પેઢીમાં વક્તિત્વ નિર્માણ થાય, તેજસ્વી બને, આદર્શ બને, પારિવારિકથી માંડી રાષ્ટ્રીય કક્ષાએ બાળકનું જીવન આદર્શ, સંસ્કારી બને તેના વિશે આશીર્વચન પાઠવ્યા હતા.

સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે બાળક તેના જીવનમાં બુદ્ધિ અને મનનો સમન્વય કરી આધ્યાત્મિક ઉન્નતિ અને વિકાસ સાધી શકે તેવા શુભાષીશ પાઠવ્યા હતા. સંસ્થાના કો-ઓર્ડીનેટર રાહુલભાઈ દવે એ વક્તવ્ય પાઠવ્યું હતું. તેમાં રાહુલભાઈ દવે એ કેવી રીતે શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં તાલીમ લઈ રહેલા 0 થઈ 3 વર્ષ ની ઉંમરના બાળકના 18% બ્રેઈનનો વિકાસ થાય છે અને બાળકનું જીવન ઉચ્ચતમ શિખરોને પ્રાપ્ત કરે અને જીવનમાં આગવી ઓળખ બનાવે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમજ શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર તપોવન કેન્દ્રને દશ વર્ષ પુરા થવા જઈ રહ્યા છે. દશાબ્દી વર્ષ પુરા થવાના સંદર્ભમાં તપોવનમાં અવનવી સ્પર્ધાઓ યોજવાની છે તેની માહિતી આપવામાં આવી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

આદમખોર દીપડાએ હાથતાળી આપતા ફોરેસ્ટ વિભાગે સ્વ બચાવવા માટે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું

ProudOfGujarat

અમરેલીના ફતેપુર ગામની વીજ ટ્રાન્સફર ચોરીનો ભેદ ઉકેલાયો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડી ખાતે અલગ અલગ સાર્વજનીક સ્થળે મંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!