ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજરોજ ખેડા જિલ્લાના નડિયાદ એસ.આર.પી ટ્રેનિંગ સેન્ટર, કપડવંજ રોડ નડિયાદ ખાતે પોલીસ સેવા સાથે જોડાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. તા.૨૫મી નવેમ્બર, ૨૦૨૨ના રોજ એસ.આર.પી ટ્રેનિંગ સેન્ટરમાં ઉભા કરાયેલા ફેસિલિટેશન સેન્ટર ખાતે યોજાયેલા મતદાનમાં પોલીસ જવાનો, અધિકારીઓ / કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.અને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.
ખેડા વિધાનસભા મત વિસ્તારની સામાન્ય બેઠકમાં ૧૧૫- માતર, ૧૧૬- નડિયાદ, ૧૧૭-મહેમદાવાદ, ૧૧૮- મહુધા, ૧૧૯- ઠાસરા, ૧૨૦- કપડવંજના આવશ્યક સેવામાં કાર્યરત પોલીસ સ્ટાફ ચૂંટણી ફરજમાં રહેનારા અધિકારી/કર્મચારીએ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મતાધિકારનો પ્રયોગ કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ