Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના ટુડેલ પાસે અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનુ મોત.

Share

નડિયાદ તાલુકાના કેરીયાવી ગામે વાઘેલાનગરમાં રહેતા અનીલ વાઘેલા પીજ ચોકડી નજીક સ્ટીલની ફેક્ટરીમાં નોકરી કરે છે. ગતરોજ સાંજના સુમારે અનીલ મોટરસાયકલ લઈને નોકરીએથી પરત પોતાના ઘરે આવતા હતા. આ દરમિયાન ટુંડેલ ગામની સીમમાં ફેક્ટરીની સામે કોઈ અજાણ્યા વાહને અનીલના મોટરસાયકલને ટક્કર મારી આ વાહન ચાલક નાસી ગયો હતો. અકસ્માતમાં અનીલ મોટરસાયકલ સાથે રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે તેઓનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. સમગ્ર મામલે મરણજનારના પિતા અરવિંદભાઈ વાઘેલાની ફરિયાદના આધારે વસો પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

રાજપારડી ની શબ્દ વિદ્યાલય શાળામાં બાળકોએ વિવિધ કૃતિઓ નું પ્રદર્શન યોજ્યુ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે મેડિકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : 3 વર્ષ પૂર્વે ખાણ ખનીજ ખાતાનાં અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા જાણો પછી શું થયું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!