રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના સમયમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે ઘણી મુશ્કેલીનો સામનો કરીને ભારતના વિદ્યાર્થીઓ વતન પરત ફરી રહ્યા છે જેમાં નડિયાદની મેઘા ભટ્ટ યુક્રેનથી ભારત પરત ફરી છે.
યુક્રેનના ઓડેસ્સા સિટીમાં રહી છ વર્ષથી અભ્યાસ કરતી મેઘા ભટ્ટ વતન પરત ફરતા પોતાની આપવીતી જણાવી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે વોરની સ્થિતિ સર્જાતા ઓડેસ્સા સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કહે છે કે મારી સાથે અન્ય ચાર વિદ્યાર્થીઓ પણ હતી ભીષણ યુદ્ધ વચ્ચે ૫૦ જેટલા વિદ્યાર્થીઓ બસ મારફતે રોમાનિયા બોર્ડર પર પહોંચ્યા હતા. રોમાનિયાની બોર્ડર ઉપર યુક્રેનથી અનેક ભારતીય જતા હોવાથી અમોને 12 કિમી દૂર ઉતારી દીધા બાદ અમે પગપાળા ચાલીને રોમાનિયા સુધી પહોંચ્યા હતા અને રોમાનિયા પહોંચતા જ ભારતીય વિદ્યાર્થીઓને એમબેસી દ્વારા રહેવા-જમવાની સગવડતા પૂરી પાડવામાં આપેલ હોય રોમાનિયાથી અમો ફ્લાઇટ પકડી દિલ્હી પહોંચ્યા અને દિલ્હીથી ગુજરાત સરકારે વોલ્વો બસની સુવિધા કરી હતી પરંતુ હું સ્વખર્ચે ફ્લાઇટ ટીકીટ બુક કરાવી અને વતન પરત ફરી છું.
નરેશ ગનવાણી : નડિયાદ