Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : સેવાલિયામાં થયેલ લુંટનો આરોપી ઝડપાયો.

Share

સેવાલિયામાં દોઢેક માસ અગાઉ અવધૂત હોટલવાળા રોડ પર એક અજાણ્યો ઈસમ એક વૃદ્ધને તમારા કપડાં બગડ્યા છે કહેતા વૃદ્ધે પાછળ વળીને જોયું હતું. દરમિયાન અજાણ્યો ઈસમ વૃદ્ધની નજર ચૂકવી રોકડ ભરેલ થેલો ઝૂંટવી ફરાર થઈ ગયો હતો. જેને મંગળવારે પોલીસે સેવાલિયા બસ સ્ટેન્ડથી ઝડપી પાડ્યો છે. જેની પાસેથી ત્રણ હજાર રુપિયા પોલીસે રીકવર કરી તેની વધુ પુછતાછ હાથ ધરી છે.

સેવાલિયામાં રહેતા પ્રવિણચંદ્ર ગોવિંદલાલ શાહ (ઉં.વ.૬૪) ગત તા.૧૧ મી ઓક્ટોબર ૨૦૨૨ના રોજ બેંકમાથી રુપિયા ઉપાડી પોતાના મિત્ર ડૉ.ગિરીશ તલાટી પાસેથી એક લાખ લીધેલ તે પરત આપવા જઈ રહ્યા હતા. ત્યારે સી.પી.પટેલ હાઈસ્કુલવાળા રોડ પર અજાણ્યા ઈસમે વૃદ્ધને તમારા કપડાં બગડ્યા છે. તેમ કહેતા વૃદ્ધે પાછળ વળી જોતા કપડાં બગડ્યા હોય તેઓ ઘરે જતા રહ્યા હતા. ઘરે જઈ તપાસ કરતાં તેમની એક લાખ રોકડ, તથા કિંમતી દસ્તાવેજો ભરેલ થેલી પોતાને પાસે ન હોઈ અજાણ્યો ઈસમ ચોરી ગયો હોવા મામલે તેમણે સેવાલિયા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. દરમિયાન મંગળવારે આ ચોરી કરનાર ઈસમ સેવાલિયા બસ સ્ટેન્ડમાં હોવાની બાતમી એલસીબીને મળી હતી. પોલીસે સ્થળ પર પહોંચી પલનીસ્વામી મનુસ્વામી નાયડુ (હાલ રહે.વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. જેણે પોતે ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા લોક ડાઉન 5 અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.

ProudOfGujarat

ભરૂચ ઝાડેશ્વરના નેતાજી ફળિયા વિસ્તારમાં વૃદ્ધાને ઘરમાં બંધક બનાવી લૂંટને અંજામ અપાતા ચકચાર

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા કે રકુલ પ્રીત, કોણે વધુ સારો મીની બ્લેક સિલ્વર ડ્રેસ પહેર્યો હતો?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!