મહેમદાવાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણના ચૂંટણી પ્રચારાર્થે આવેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથજીએ વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાતની ભૂમિ વીરસપૂતોની ભૂમિ છે. ગુજરાતને બ્રીટીશ હકુમતને દેશમાંથી હાકી કાઢનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા લાખંડી પુરુષ સરદાર પટેલ પણ આપ્યા છે. આ જોડીએ ગુજરાતને વિશ્વમાં ગૌરવ અપાવ્યુ છે. હાલમાં વૈશ્વિક નેતૃત્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભાજપને ભારે ગૌરવ અપાવ્યુ છે. વિશ્વની પાંચ મહાશકિતઓમાં ભારતનો સમસાવેશ થયો છે. આગામી વર્ષોમાં વિશ્વના વીસ મોટા દેશોનું નેતૃત્વ પણ ભારતના વડાપ્રધાન કરશે તે વાત સુનિશ્ચિત બની છે. અરે…. ગોકુળ વૃદાવન અને મથુરામાં કનૈયાના નામે ઓળખાતા યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણને દ્વારકાધિશ બનાવનાર ગુજરાતની પ્રજા છે.
કોરોનાકાળમાં સમગ્ર વિશ્વ હલબલી ગયુ ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અને ગુજરાતની સરકારે આગોતરૂ આયોજન કરીને મફત રસીકરણની સાથે સાથે મફત રાશન પણ આપીને આ કોરોનાનો સંગ્રામ જીતવામાં ભારે સફળતા પ્રાપ્ત કરી છે વડાપ્રધાનને. આભારી છે હાલમાં વિધાનસભાની ચૂંટણીઓનો શંખ ફુકાઇ ગયો છે ત્યારે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની યાદ અપાવીને યોગીજીએ જણાવ્યુ હતુ કે, યુ.પી વિધાનસભામાં ૪૦૩ બેઠકોમાંથી માત્ર બે જ બેઠકો પર કોગ્રેસના ઉમેદવારો વિજયી બન્યા હતા તેમ ગુજરાતમાં પણ કોંગ્રેસના સૂપડાસાફ કરી નાખવા અપીલ કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રિયમંત્રી દેવસિહ ચૌહાણે સ્વાગત પ્રવચન અને ઉમેદવાર અને કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણ પ્રાંસંગીક પ્રવચન કર્યુ હતું. આ સમારંભમાં જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ, પ્રદેશમંત્રી જહાન્વીબેન વ્યાસ અને પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ સહીત જીલ્લા અને તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. ભારે માનવમેદની એ ભાજપના ઉમેદવારને જીતાડવા વંદે માતરમના ગગનભેદી નાદ કર્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ