Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ કઠલાલ રોડ પર કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માતમાં ૩ ના મોત.

Share

કઠલાલ-નડિયાદ રોડ પર ભાનેર ગામ નજીક મોડીરાત્રે રોંગ સાઇડે આવી રહેલા કન્ટેનરના ચાલકે સામેથી આવતાં મોટર સાયકલને ટક્કર મારી હતી.
જેના કારણે આ મોટરસાયકલ ચાલક અશ્વિન દશરથભાઈ પરમાર (ઉ.વ.18) પાછળ બેઠેલા તેનો મિત્ર કિશન રામાભાઈ રાઠોડ (ઉ.વ.19) અને કિશન
વિક્રમભાઈ ચાવડા (ઉ.વ.14) તમામ રહે.લાડવેલ, કઠલાલ રોડ પર પટકાતા માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી આ ત્રણેય મિત્રોના સ્થળ પર જ મોત નિપજયા હતા.

મોટર સાયકલ લઈને ખેતરમાં જવા નીકળ્યા હતા, આ આકસ્માત સર્જાતા કન્ટેનર રોડ નજીક આવેલા જીઈબીના ડીપીના થાંભલા સાથે અથડાયું હતું. જે બાદ કન્ટેનર ચાલક વાહન મુકી ભાગી થઈ ગયો હતો. અકસ્માતની જાણ મરણજનાર અશ્વિનના પિતા દશરથભાઈને થતાં તેઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. મૃતક યુવાનના પિતા દશરથભાઈએ એફ આઈ આરમા જણાવ્યાં મુજબ આ ત્રણેય મિત્રો ફળીયામા રહેતા પુનાભાઈ મનાભાઈ પરમારનું મોટર સાયકલ લઈને ખેતરમાં જવા નીકળ્યા હતા અને આ દરમિયાન આકસ્માત સર્જાયો છે. ફરિયાદના આધારે કઠલાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

છેતરપિંડીના ગુનામાં ગયેલ ત્રણ ફોર વ્હીલ ગાડીઓ રીકવર કરતી ભરૂચ એસ.ઓ.જી.

ProudOfGujarat

હાંસોટની પ્રાથમિક શાળા પાંજરોલી ખાતે ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા શિક્ષકનું સન્માન કરાયુ.

ProudOfGujarat

પ્રોહીબીશનનો નાસતો ફરતો આરોપી પેરોલ ફ્લો સ્કોર્ડે પકડી પાડ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!