Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ નગરપાલિકા પાસે કાંસ બેસી જતા ટ્રકો ફસાઈ.

Share

નગરપાલિકાની કમ્પાઉન્ડ વોલને અડીને આવેલા શેરકંડ તળાવ પાસેના જર્જરિત કાંસ પરની જોખમી દુકાનો થોડા માસ અગાઉ પાલીકા તંત્ર એ તોડી કાંસને ખુલ્લો કર્યો હતો. પરંતુ કેટલીક જગ્યાઓ પર કાંસ પરનો જોખમી સ્લેબ રહેવા દેતાં આસપાસના ધંધાર્થીઓ અહીંયા મોટા વ્હિકલો પાર્ક કરી રહ્યા હતા. રવિવારની રાત્રે અહીંયા આ કાંસ પર પાર્ક કરેલ બે ખાતર ભરેલ ટ્રકના પાછળના વ્હિલ એકાએક કાંસમા ઉતરી ગયા હતા. કાંસ બેસી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. રાતનો સમય હોવાથી અહીયા કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. પાલિકા તંત્ર એ અહીંયા કાંસ પર આવેલી દુકાનો તો હટાવી દીધી
પરંતુ કાંસ અમૂક જગ્યાએ ખુલ્લો કર્યો તો અમુક જગ્યાએ આ કાસ પરનો સ્લેબ એમનો એમ રહેવા દીધો હતો. જેના કારણે લોકો અહીંયા વાહનો પાર્ક કરતાં હતાં.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઉમરપાડાના વાડી ગામે ગ્રામીણ ઓલિમ્પિક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચના નિકોરા ગામની સીમમાંથી આશરે 10 ફૂટ લાંબો ઇન્ડિયન રોક પાયથોન પ્રજાતિનો અજગર પકડવામાં આવ્યો.

ProudOfGujarat

નેત્રંગના મોટા જાબુંડા, નાના જાંબુડા અને સાકવા ગામ ખાતે વરલી મટકા, આંક ફરકનો જુગાર રમતા 13 ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!