કપડવંજ જીઆઇડીસી વિસ્તારના પ્રગતિ એસ્ટેટમાં આવેલી નમકીન બનાવતી ફેક્ટરીમાં રાત્રે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જેમાં ચવાણાની ફેક્ટરીમાં રહેલ કાચો તેમજ પાકો માલ બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ફાયર બ્રિગેડ દ્વારા ૪ કલાકની ભારે જહેમત દરમિયાન ૧૫ ટેન્કર પાણી છાંટવામાં આવ્યું હતું. ફેક્ટરીનું ગોડાઉન, મશીનરી અને કાચો તેમજ તૈયાર માલ બળીને ભસ્મિભૂત થઈ ગયો હતો. રાત્રિનો સમય હોવાથી ગોડાઉન બંધ કરેલું હતું જેના કારણે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી તો ગયા, પરંતુ પાણીનો મારો આગ પર માટે જેસીબીની મદદ વડે ગોડાઉનની દિવાલ અને શટર તોડી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ફેક્ટરીના માલિકના જણાવ્યા અનુસાર આશરે ગોડાઉન મશીનરી અને માલ સહિતની સામગ્રી સાથે લાખોનું નુકસાન થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.
નરેશ ગનવાણી : નડિયાદ