જિલ્લામાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવા તેમજ ચાર્ટર સબંધી કામગીરી કરવા એસ.ઓ.જી. પોલીસ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન માહિતી મળેલ કે હાથજ ગામે વિનોદભાઇ પુનમભાઇ વાધેલા નાઓ બોગર ડોકટર તરીકે પોતાના ઘરે દવાખાનું ખોલીને એલોપેથીક તબીબ તરીકે પ્રેકટીસ કરતો હોવાની માહિતી હકીકત મળતાં મહોળેલ પી.એસ.સી સેન્ટરના મેડીકલ ઓફીસર એ.વાય.ઠાકર તથા તેઓની ટીમને સાથે લઇ પંચોના માણસો સાથે સદર જગ્યાએ જતાં આ કામના આરોપી વિનોદભાઇ પુનમભાઇ વાઘેલા રહે. શક્તિપુરા, પાલૈયા રોડ, પાલૈયા તા.નડીયાદ જી.ખેડાનો હોવાનુ જણાવેલ અને પોતે ત્રણ માસથી તથા અગાઉ કોરોના સમયેપણ આ તબીબી પ્રેક્ટીસ કરતો હોવાનુ જણાવેલ. સદર આરોપી પાસેથી જુદી જુદી કંપનીની એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન તથા મેડીકલ સાધનો કુલ કિં.રૂ.૧,૨૬,૬૦૧ ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે અને નડીયાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરી જે બાબતની ફરીયાદ મેડીકલ ઓફીસર એ વાય ઠાકર, નાઓએ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ