Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ: માતર તાલુકાના પંચાયતની ભલાડા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો ભાજપમાં જોડાયા.

Share

માતર તાલુકા પંચાયતની ભલાડા બેઠક પરથી આમ આદમીના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા ધીરુભાઈ આમ આદમીમાંથી આજે ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રમુખ વિપુલ પટેલે ખેસ પેહરાવી પાર્ટીમાં આવકાર્યા વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ એક પક્ષમાંથી બીજા પક્ષમાં આવન જાવન શરૂ થઈ ગઈ છે. આજે માતર તાલુકાના ભલાડાની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્ય ધીરુભાઈ પરમાર ભાજપમાં જોડાયા છે વર્ષ ૨૦૨૧ ની પેટા ચૂંટણીમાં ભલાડા સીટમાં આમ આદમી પાર્ટીમાં ધીરુભાઈ પરમાર ચૂંટાયા હતા. આજે ભાજપના ઉમેદવાર કલ્પેશભાઈ પરમારની ઉમેદવારી નોંધાવવા જતાં પેહલા તેમના સમર્થનમાં ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રમુખ વિપુલ પટેલે ખેસ પેહરાવી પાર્ટીમાં આવકાર્યા છે. આ પ્રસંગે ભાજપના પૂર્વ સાંસદ કે. ડી. જેસવાણી, માતર વિધાનસભાના ઇન્ચાર્જ ચંદ્રેશ પટેલ, ધારાસભ્ય સોલંકી સહિતના નેતાઓની હાજર હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અમરેલીના હંગામી બસસ્ટેન્ડમાં રાત્રીના શૌચાલયને તાળા મારી દેવાતા હોવાથી મુસાફરોમાં ભારે રોષ.

ProudOfGujarat

નેત્રંગમાં સોયાબીન બિયારણના પ્રતિ ક્વિન્ટલના ૧૪,૦૦૦ ભાવથી ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા.

ProudOfGujarat

ભરૂચના સેગવા ગામ ખાતે નવનિર્મિત કોમ્યુનિટી હૉલ તેમજ સાર્વજનિક દવાખાનાનો પાયાવિધી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!