માતરના મઘરોલથી પાલ્લા મેળામાં જતા પરિવારને નધાનપુર ગામની સીમમાં સામેથી આવતી રીક્ષા સાથે ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો પલ્ટી ખાતા તેમાં સવાર ત્રણ વ્યક્તિઓને શરીરે ઈજા પહોંચી હતી. જ્યારે એક યુવકનું મોત નિપજયુ હતુ.
માતરના મઘરોલ રહેતા જગદીશભાઇ રાઠોડ મંગળવાર સવારે પાલ્લા મેળામાં જવા નીકળ્યા હતા. તેમની સાથે તેમના પત્ની રણજીતાબેન, દિકરી મનીષાબેન, કાકા અજીતભાઇ, તેમના પત્ની કપિલાબેન, કુટુંબી અરવીંદભાઇ તેમના પત્ની દક્ષાબેન, કાકાના દીકરાની વહુ સેજલ, સાળો વિજય ટેમ્પામાં સવાર હતા. તેઓ લીંબાસીથી પાલ્લા જવા નીકળ્યા હતા તે સમયે નધાનપુર ગામની સીમમાં રોડ પર જતા હતા તે સમયે સામેથી આવતી એક રીક્ષા સાથે ટેમ્પી ઘસાઈ જતા ટેમ્પાના ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પી રોડ પર પલટી ખાઇ ગઇ હતી. જેથી ટેમ્પામાં સવાર અરવીંદભાઇ, દક્ષાબેન અને રણજીતાબેન શરીરે ઈજા પહોંચી હતી. જેમાં જગદીશભાઇના કાકા અજીતભાઇ ઉં.૪૫ ને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે એ મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે ટેમ્પીના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ