Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ મહુધા પાલિકાનું રૂ. ૯.૦૯ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર.

Share

નડિયાદ મહુધા નગર પાલિકાની ખાસ સામાન્ય સભા નગરપાલીકાના સભાખંડમાં યોજાઇ હતી. જેમાં રૂ. પાંચ કરોડના વિકાસના કામો કરવામાં આવશે તે અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમજ રૂ. ૭૬.૧૩ લાખની પુરાંતવાળુ તેમજ રૂ. ૯.૦૯ કરોડના બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતુ. સામાન્ય સભામાં નગરમાં આવેલા તળાવોનું બ્યુટિફિકેશનનું કામ, નગરપાલિકાનું અધ્યતન બિલ્ડિંગ બનાવવુ તેમજ નગરમાં સોલર સ્ટ્રીટ લાઇટ અને સ્પીડ બ્રેકર બમ્પ મુકવા સહિત નગરના માર્ગો પર સામાજિક વનીકરણ થકી વૃક્ષારોપણ સહિતના કામોને પ્રાધાન્યતા આપવામાં આવતું આયોજન કરવામાં આવ્યું છે. જે કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.

આ અંગેની વધુ માહિતી જોવામાં આવે તો, મહુધા નગરપાલિકાની ખાસ સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ મિનાજબાનુ મલેકના અધ્યક્ષસ્થાને મળી હતી. આ સભામાં પાલિકા ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઇ સહિત પાલિકાના સભ્યો હાજર રહ્યા હતા. આ સભામાં ગત સામાન્ય સભાના કામોને બહાલી આપવામાં આવી હતી. સાથે સાથે નવા વિકાસના કામો તેમજ ૧૪ માં નાણાં પંચમાં બાકી રહેતી બચત રૂ. ૧૫૬ લાખ, ૧૫ માં નાણાં પંચના રૂ૧૨૬ લાખ સહિત અન્ય બચતો મળીને રૂ. પાંચ કરોડના કામો નકકી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતુ.

Advertisement

નગરપાલિકમાં પ્રાથમિકતાના ધોરણે નગરની સુંદરતામાં વધારો થાય તે માટે નગરના બે તળાવો જેમાં વડા તળાવ અને સિહુંજિયા તળાવને બ્યુટિફિકેશન કરવા માટેનો ઠરાવ કરાયો હતો. સાથે સાથે નગરમાં જે વિસ્તારો હાલમાં વિકાસ પામ્યા છે. તે વિસ્તારોમાં લાઇટના અભાવે અંધાર પટ્ટ હોય છે. આવા વિસ્તારોમાં સોલર લાઇટ થકી અજવાળા પાથરવાનું આયોજન કરાયુ છે. સાથે સાથે જે છેવાડાના વિસ્તારો છે. જયા પીવના પાણીની સુવિધા નથી. તેવા વિસ્તારોમાં હેંડ પંપ થકી પાણી આપવા માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સામાન્ય સભામાં પાલીકા ઉપપ્રમુખ શાહિદખાન પઠાણ (એડવોકેટ), કારોબારી ચેરમેન નાયદાબાનુ કાજી, સાકીર મન્સુરી, હાજરાબાનુ શેખ, નાસીર મલેક, પાલિકા સભ્ય મહેશભાઇ પટેલ, જતિનભાઇ પટેલ, ખિજજરખાન પઠાણ, ઇમરાન મલેક, મહમંદ હનીફ શેખ, કિશોરભાઇ, નસીમબાનુ મલેક, વિધીબેન પટેલ, મનીષાબેન પટેલ, દિપક સોઢા પરમાર, રુપેશ રાઠોડ, સમીમબાનુ પઠાણ હાજર રહ્યા હતા. તેમજ તમામ કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.

આવાસ યોજના હેઠળ મહુધા નગરમાં સૌથી વધુ ૯૯૧ જેટલા આવાસો મંજૂર થયા છે. જે પૈકી હાલમાં ૪૮૬ મકાનો રૂ.૧૭ કરોડને ૧ લાખના પૂર્ણ થઇ ગયા છે. જયારે બાકી રહેલા ૪૮૦ આવસો અંદાજિત રકમ રૂ.૧૬ કરોડ ૮૦ લાખના કામો હાલમાં પ્રગતિ હેઠળ છે. આ કામગીરીમાં આવાસની કામગીરી કરતા કર્મચારીઓની સતત મહેનત અને આવાસ વગર લાભાર્થી વંચિત રહી ના જાય તે માટેની સતત કામ કરવાની પ્રક્રિયાથી આ ટાર્ગેટ સફળતાથી પાર પાડી શકાયુ છે. તે અંગેની માહિતી પણ પાલીકા ઉપપ્રમુખે સામાન્ય સભામાં આપી હતી.

નગરપાલિકામાં વિકાસના કામો કરવાના થાય છે. તેની ગ્રાન્ટ પ્રમાણે વિગતો જોવામાં આવે તો, ૧૪ માં નાણાં પંચના રૂ. ૧૫૪ લાખ તેમજ સ્વર્ણિમના જુદા જુદા વર્ષની રૂ. ૨૨૧ લાખની ગ્રાન્ટ સહિત ૧૫માં નાણાં પંચની ગ્રાન્ટના રૂ. ૧૨૬ લાખના કામો નકકી કરવામાં આવ્યા હતા. જિલ્લા આયોજનની રૂ.૨૫ લાખની ગ્રાન્ટ વર્ષ ૨૦૨૨_૨૩ માટેની ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી મહુધા નગરમાં રૂ. ૧૫ લાખના ખર્ચે સુવિધાસભર સ્મશાનગૃહ, આરસીસી રસ્તા તેમજ પીવાના પાણીની લાઇન સહિત ગટર લાઇન અને પીવાના પાણીની ટેન્કરોની ખરીદી કરવામાં આવશે. જે અંગેનો ઠરાવ પણ કરવામાં આવ્યો છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વિવિધ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કે અન્ય કાર્યક્રમોના સમયે યોજાતા રક્તદાન કેમ્પો.રક્તદાન કેમ્પ અને રક્તદાતાઓની સંખ્યામાં ભરૂચ જિલ્લો અગ્રેસર…

ProudOfGujarat

ભરૂચનાં ચાવજ નજીક આવેલ વીડિયોકોન કંપનીના સ્ટોર રૂમમાં આગ લાગી : 3 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે આઠમાં વિશ્વ યોગ દિવસની પરંપરાગત ઉત્સાહથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!