Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : શ્રી ગુરુ નાનક દેવજી મહારાજનો ૫૫૩ માં પ્રકાશ ઉત્સવ ઉજવાયો.

Share

નડિયાદ જવાહર નગરમાં આવેલ શીશ મહેલ અમરધામ ગુરુદ્વારામાં ૮ નવેમ્બર મંગળવારે શ્રી ગુરુ નાનકદેવ મહારાજની ૫૫૩ મી (જન્મ જયંતી) પ્રકાશ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો જેમાં વહેલી સવારથી જ શીશ મહેલ અમરધામ ગુરુદ્વારામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને “વાહેગુરુ વાહે ગુરુ ધન ગુરુ નાનક સારા જગ તારીયા નાદથી ગુંજી ઉઠ્યું હતું.

શ્રી ગુરુ નાનક દેવજી મહારાજનો જન્મ કારતક સુદ પૂનમ રાત્રે ૧:૨૦ મિનિટ થયો હતો. શીશમહેલ અમરધામ ગુરુદ્વારામાં પ્રકાશ ઉત્સવ (જન્મ જ્યંતિ) નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સવારે શ્રી ગુરુ ગ્રંથ સાહેબ મહારાજના પાઠની સમાપ્તિ (ભોગ સાહેબ) પૂજા અર્ચના, ભજન કીર્તન, આરતી અરદાસ (પ્રાર્થના) હવન તેમજ લંગર (ભંડારા) નો આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્વ નિમિત્તે ગુરુદ્વારાને દીપમાળા તથા રોશનીથી શણગારાયું હતું ભજન કીર્તન કાર્યક્રમ યોજાયો હતો. રાત્રે ૧:૨૦ વાગે શ્રી ગુરુ નાનક દેવજી મહારાજની જન્મ જ્યંતિ ઉજવવામાં આવશે આ દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં સિંધી સમાજ તેમજ શિખ ધર્મના ભક્તોઓ એ ધન્યતા અનુભવી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર સહયોગ હોટલ પાસે આવેલ નેશનલ હાઇવે ઉપર ફોરવીલ ગાડી ને ટેમ્પોની ટક્કર વાગતા ફોરવિલ ગાડી ડીવાઈડર ઉપર ચડી.ડ્રાઇવર શહીદ પરિવારજનોનો બચાવ…

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ભારે ધસારા વચ્ચે અનેક બાળકો વિખુટા પડ્યા : નર્મદા પોલીસે માનવતા મહેકાવી

ProudOfGujarat

રાજપીપલામાં કોરોના સંક્રમિત થયેલા કુલ 125 જેટલા પરિવારને સવાર અને સાંજનું વિના મુલ્યે ભોજન પૂરું પાડતા બકૅ ફાઉન્ડેશન પરિવાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!