Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ઇન્સ્ટાગ્રામ પર ૬૦ હજારના ૬ લાખ કરવાની જાહેરાત જોઇ યુવકે ૬૦ હજાર ગુમાવ્યા.

Share

ઠાસરાના સેવાપૂરામાં રહેતા ૨૨ વર્ષીય મિથિલેશ ભોઇએ ઇન્સ્ટાગ્રામ પર ૩ કલાકમાં રૂ. ૬૦ હજારના રૂ. ૬ લાખ થયા હોવાની જાહેરાત જોઇ હતી. તેથી તેને તે આઈડી પર મેસેજ કર્યા બાદ વાતચીત થતાં આઇડી ધારકે ૩ કલાકમાં ૬૦ હજારના રૂ ૬ લાખ કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. આ બાદ મિથિલેશ પાસે બીનાન્સ એપ ડાઉનલોડ કરાવી આઇડી બનાવ્યું હતું. જે બાદ બીનાન્સ એપ દ્વારા વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો જેમાં રૂ ૬૦ હજારની બીટકોઈન એપમાં જોવા મળ્યા હતા. જે પૈસા તેમના ખાતામાંથી રૂ ૫૦ હજાર અને રૂ ૧૦ મળી બે ટ્રાન્ઝેકશન થકી રૂ ૬૦ હજાર કપાયા હતા. આ બાદ વોટ્સએપ પર એક લીંક આપી જણાવ્યુ હતુ કે આ લીંક પર બીટકોઇન ટ્રાન્સફર કરી દો, જેથી મિથિલેશ ટ્રાન્સફર કરી આપેલ વેબસાઇટ પર જોતા ત્રણ કલાકમાં લીધેલ બીટકોઇનનો ભાવ રૂ. ૬ લાખ થયો હતો. જેથી વિડ્રોલ કરવા જતા બીજો મેલ આવ્યો હતો. તેમાં જણાવેલ કે બિટકોઇન વિડ્રોલ કરવા રૂ ૧.૮૦ લાખ ફી પેટે આપવા પડશે. જેથી મિથિલેશ કહ્યું કે મારા પૈસા ખાતામાં જમા કરાવી દો તમારી ફી ચૂકવી આપીશ કહેતા ના પાડી હતી. જેથી મિથિલેશ તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલૂમ પડ્યુ હતુ. આ સમગ્ર બનાવ અંગે ડાકોર પોલીસે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર, મોબાઇલ નંબર ધારક, લીંક મોકલનાર, મેઇલ એડ્રેસનો વપરાશકર્તા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

મત ગણતરી સ્થળે બાળક સાથે હાજર રહી ફરજ નિભાવતી મહિલા પોલીસ કર્મચારી.

ProudOfGujarat

નડિયાદમાં સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં ગર્ભવતી બહેનો માટે સેમિનાર યોજાયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકા ઝંખવાવ જિલ્લા પંચાયત સીટનાં 200 થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!