Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : મહારાજના મુવાડા ચેક પોસ્ટથી પિસ્તોલ સાથે મુસાફર ઝડપાયો.

Share

ગળતેશ્વર પાસેના મહારાજાના મુવાડા નવી ચેકપોસ્ટ પાસેથી સેવાલિયા પોલીસે ખાનગી ટ્રાવેલ્સ અટકાવી એક મુસાફરને પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. આ રાજસ્થાનના ઇસમ સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં ચૂંટણીઓ આવી રહી છે. જેને લઇને સઘન તપાસ પણ કરવામાં આવી રહી છે. આ રીતે ઇસમ પાસેથી પિસ્તોલ પકડાઇ હોવાથી તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સેવાલીયા પોલીસના માણસો પોતાની હદ વિસ્તારમાં આવેલ અમદાવાદ ઈન્દોર પરના મહારાજાના મુવાડા નજીક ચેકપોસ્ટ પર વાહન ચેકીંગમા હતા. આ દરમિયાન ઈન્દોર તરફથી આવતી ખાનગી કંપનીની ટ્રાવેલ્સ બસને અટકાવી હતી. જેમાં સ્લીપર કોચમાં સવાર બેઠેલ ઈસમ આઘોપાછો થતાં પોલીસને શંકા જતા તેને બસમાંથી નીચે ઉતારી પુછપરછ હાથ ધરી હતી.જેમાં આ ઈસમે પોતાનું નામ જગદીશ ઓમપ્રકાશ રામચન્દ્રજી હંસ ઉ.વ.37 મુળ રહે.રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું. વધુમા તેની પાસેના કપડાના થેલામાં એક પિસ્તોલ મળી આવતાં પોલીસે આ અંગે આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

નેત્રંગના મોટા જાબુંડા, નાના જાંબુડા અને સાકવા ગામ ખાતે વરલી મટકા, આંક ફરકનો જુગાર રમતા 13 ઝડપાયા.

ProudOfGujarat

માંગરોળ : વાંકલના રામેશ્વર મહાદેવ મંદિરે નાગ પંચમીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં જંબુસર તાલુકામાં ધરફોડ ચોરીનાં અનેક ગુનાઓ ઉકેલાયા બે રીઢા ચોર ઝડપાયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!