Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આદર્શ આચારસંહિતા સંદર્ભે સંકલન બેઠક યોજાઈ.

Share

જિલ્લા કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર કે. એલ બચાણીની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભા ઇલેક્શન ૨૦૨૨ સંદર્ભમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અંગેની સંકલન બેઠક યોજાઇ હતી.

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટરએ આચાર સંહિતાના વિવિધ પ્રોટોકોલ્સ, વિવિધ વિભાગના અધિકારીઓની ચૂંટણીલક્ષી કામગીરી, જિલ્લા અને રાજ્યકક્ષાની કામગીરી અંગે સ્પષ્ટતા, એમ સી સીના વિવિધ તબક્કાની કામગીરી, ઇલેક્શન પ્રક્રિયામાં આપવામાં આવતા ફીડબેક, પોસ્ટલ બેલેટની જોગવાઈ, ચૂંટણી સમય દરમિયાન અધિકારીઓની રજાની જોગવાઇ સહિતના અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, જિલ્લા એસપી રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેક્ટર બી એસ પટેલ સહિત જિલ્લા સંકલન સમિતિના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચના ટંકારિયામાં “ત્રણ તલાક” કહી પરિણીતાને તરછોડતો કિસ્સો સામે આવ્યો….!

ProudOfGujarat

ભરૂચ : પાલેજ રેલવે સ્ટેશન પાસે અજાણી મહિલાનું  ગુડઝ ટ્રેનની અડફેટે મોત.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં પી.એમ. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ૩.૩૪ લાખ મહિલા બચત ધારકોનાં જનધન ખાતામાં રૂ. ૫૦૦ લેખે કુલ ૧૬ કરોડથી વધુની ઘનરાશિ જમા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!