Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદ ડભાણ રોડ પર અચાનક ગાય આવી જતા ચાલકનું મોત.

Share

નડિયાદના ડભાણ રોડ બુધવારની રાત્રે ડભાણ રોડ પરથી પસાર થતા મોટરસાયકલની આગળ અચાનક ગાય આવી જતા ચાલક હિરેનભાઈ સુરેશભાઈ પંચાલ (ઉ.વ.28, રહે,યોગીનગર) બ્રેક મારતા બાઈકના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા ગાય સાથે અથડાયા અને રોડ પર પડયા હતા. જેના કારણે હિરેનભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે તેઓને સારવાર માટે લઈ જતા અને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે હિરેનભાઈના પિતા સુરેશભાઈ પંચાલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સ્થાનિકોએ રોષ પૂર્વક જણાવ્યું છે કે સ્ટ્રીટ લાઈટના અભાવે અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે સત્વરે અહીંયા સ્ટ્રીટ લાઈટો શરુ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

2900 કેન્દ્રો પર આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે, 9 લાખથી વધુ ઉમેદવારોએ કરી અરજી

ProudOfGujarat

પ્રોટેક્શન વોલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા ચીફ ઓફિસરને અપાયુ આવેદનપત્ર

ProudOfGujarat

વાગરામાં એન્ટ્રી પર સઘન ચેકિંગ શરૂ, જીલ્લામાં કોરોનાનાં કેસ બાદ બેરીકેડિંગ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!