Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદનાં વાણીયાવડ વિસ્તારની સ્પર્શ વિલા સોસાયટીમાં ઝેરી સાપ દેખાતા નાસભાગ મચી.

Share

નડિયાદ શહેરના વાણીયાવડ વિસ્તારમાં ડી માર્ટ સામે આવેલી સ્પર્શ વિલા સોસાયટીના ગેટ પાસેથી ગતરાત્રે અંદાજીત સાડા ચાર ફુટનો સાપ જોવા મળતા નાસભાગ મચી ગઇ હતી. આ સાપ ફુંફાડા મારતા અને અજગર જેવી પેર્ટનનો હોવાથી સ્થાનિકો સાપને અજગર સમજી બેઠા હતા. જેના કારણે અહીયા રહેતા લોકોના જીવ અધ્ધર થયા હતા. ઘટનાની જાણ IDRRC ટીમને થતાં આ ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

લગભગ 30 મીનીટની ભારે જહેમત બાદ ઝેરી સાપને પકડી લીધો હતો અને સાપને તેને સહી સલામત સ્થળે છોડી દેવાયો છે. આ ટીમના સાગર ચૌહાણે જણાવ્યું હતું કે, આશરે સાડા ચાર ફુટ જેટલો લાંબો આ સાપને લોકો પહેલા અજગર સમજી બેઠા હતા. ફુંફાડા મારતો આ સાપ રસલ વાયપર (ખડ ચિતડો) છે, જાણે કુકરની સીસોટી ના વાગતી હોય તેવો અવાજ કરી રહ્યો હતો. આ સાપ અંત્યંત ઝેરી સાપ કહી શકાય, આ સાપનું રેસ્કયુ કરી તેને સહિ સલામત સ્થળે છોડી દેવાયો છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અયોધ્યા   નગરમા આશરે  રૂપિયા ૨લાખ ઉપરાંત ની મતાની ચોરી થતા સનસનાટી

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના તલાટીઓ ૨૨ મી ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર…

ProudOfGujarat

ભરૂચ : ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવવાનાં સંદર્ભમાં કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!