Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદ : મહેમદાવાદના ખાત્રજમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો.

Share

મહેમદાવાદના ખાત્રજ ગામે સ્વામિનારાયણ મંદિર વાળા ફળિયામાં રહેતા હર્ષિલ મનુભાઈ પટેલ પોતે ખાત્રજ અમદાવાદ રોડ ઉપર હોટલ ચલાવે છે. ગત ૨૩ મી ઓક્ટોબરે હર્ષિલના પત્ની પરીવાર સાથે ઘર બંધ કરી દિવાળી મનાવવા તેમના પિયરમાં ગયા હતા. તો બીજી બાજુ તહેવારનો સમય હોવાથી અને હોટલમાં ઘરાકી હોવાના કારણે હર્ષિલભાઈ પણ પોતે પોતાના ઘેર જઈ શક્યા ન હતા. ગત ૨૮ મી ઓક્ટોબરના રોજ સાંજના તેમની પત્ની પોતાના ધરે પાછા આવતા મકાનની જાળીના મુખ્ય દરવાજોનો નકૂચો તૂટેલો હતો અને દરવાજો ખુલ્લો હતો તેમજ ઘરમાં સામાન પણ વેરવિખેર પડેલો હતો. તેણીએ પોતાના પતિને જાણ કરતા હર્ષિલભાઈ પોતાના ઘરે આવી ગયા હતા. જે બાદ ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ ઉપરાંત ઘરના ઉપરના માળે આવેલ તિજોરીમાંથી પણ સોના,ચાંદીના દાગીના સહિત રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૨ લાખ ૭૨ હજાર ૫૦૦ ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે હર્ષિલ પટેલે આ સંદર્ભે મહેમદાવાદ પોલીસમાં જાણ કરતા પોલીસે તેમની ફરિયાદના આધારે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ નગર પાલીકાના અંધેર વહીવટનાં પગલે મોટર સાયકલ સવાર મોટર સાયકલ સાથે ખાડામાં ખાબક્યો…

ProudOfGujarat

ભરૂચ: ગુજરાતની જીવાદોરી માં નર્મદા મા સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવશે.

ProudOfGujarat

સાગબારા આર.ટી.ઓ ચેક પોસ્ટ પાસેથી અફીણના પોષડોડાનો મુદ્દામાલ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!