નડિયાદમા ડભાણ રોડ પર આવેલ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના નિરીક્ષકો સેન્સ પ્રક્રિયા માટે સરકારના મંત્રી નરેશભાઇ પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને પ્રદેશ કારોબારી સભ્ય મીનાક્ષીબેન પટેલની અધ્યક્ષતામાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી સેન્સ પ્રક્રિયા શરૂ કરાતા ખેડા જીલ્લા ભાજપ કાર્યલય કમલમ ખાતે જીલ્લાની માતર, મહુધા, કપડવંજ, મહેમદાવાદ, ઠાસરા અને નડિયાદ વિધાનસભા બેઠકો માટે દાવેદારોનો જમાવડો જોવા મળી રહ્યો છે.
ભારતીય જનતા ખેડા જીલ્લો મહુધા બેઠક માટે 14 લોકોએ દાવેદારી નોંધાવી સૌપ્રથમ કોંગ્રેસ હસ્તક 2 વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા શરુ કરી હતી. મહુધા અને કપડવંજ માટે ઉમેદવારોએ દાવેદારી કરી હતી. મહુધા વિધાનસભા માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામા મહુધા માટે તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ મહિડાએ પોતાની દાવેદારી નોંધાવી છે. જ્યારે મહુધા બેઠક માટે 14 દાવેદારી નોંધાવી છે. ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કારોબારી ચેરમેન જયંતિભાઇ સોઢાએ પણ દાવેદારી કરી છે. કપડવંજની બેઠક માટે 32 લોકોની દાવેદારી નોંધાવી છે. બીજા દિવસે એટલે કે આજે ઠાસરા માટે ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ પણ મેન્ડેટ માગી શકે તેવી સંભાવના છે. આ ઉપરાંત માતર, મહેમદાવાદ, નડિયાદ માટે પણ સેન્સ લેવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.
નરેશ ગનવાણી : નડિયાદ