Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ મહેમદાવાદ રોડ ઉપર ગાડીમાં આગ લાગતા અફરાતફરી.

Share

નડિયાદ-મહેમદાવાદ રોડ પર ગોવિંદપુરા પાટિયા પાસે પસાર થતી કારમા આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાં અહીયા અફરાતફરી મચી ગઇ હતી. કાર ચાલકે કારને રોડની બાજુમાં ઉભી કરી દીધી જેના કારણે ચાલક સહિત કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે. કારમા સવાર અમદાવાદનો પરિવાર નડિયાદ પાસે આવેલા મરીડા મેલડી માતાના મંદિરે દર્શન કરવા આવ્યો હતો. જ્યાંથી પરત જતી વખતે આ ઘટના બની છે.
કારમાં બાળક સાથે ચાર વ્યક્તિઓ સવાર હતા. સી.એન.જી કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ આગની જાણ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને થતાં ફાયરબ્રિગેડના કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા અને કારમાં લાગેલ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામા કોઈ જાનહાની સર્જાઇ નહોતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

લીંબડી બસ સ્ટેશનમાં 400 ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી આવેલ મજુરો અટવાયા.

ProudOfGujarat

અંકલેશ્વર કોરોના પોઝીટિવ દર્દીનાં મોતનાં સમયે પડતી તકલીફો માટે અલગ શબવાહિની અને એક કાર્યકરોની ટીમ બનાવવા માટે માંગ.

ProudOfGujarat

રાજપારડી ચોકડીએ ફોરલેનનું કામ વિલંબમાં પડતાં હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!