દેશમાં તથા રાજ્યમાં ગુનાઓને આખરી અંજામ આપવા અસામાજીક અને દેશ વિરોધી તત્વો મોબાઇલ ફોનનો ઉપયોગ કરી ગુનાઓને અંજામ આપતા હોય છે. જેથી ગુનાઓ બનતા અટકાવવા મોબાઇલ ફોન ખરીદ કરનાર / વેચાણ કરનાર વેપારીએ નોંધ રાખવા માટે વખતોવખત જાહેરનામુ બહાર પાડી પ્રસાશન દ્વારા જણાવેલ કે મોબાઇલ ફોન ખરીદ વેચાણ કરનાર દુકાનદારે જુના નવા મોબાઇલ ફોન ખરીદતી વખતે / વેચતી વખતે તથા નવીન સીમકાર્ડ વેચતી વખતે જરૂરી રજીસ્ટર નિભાવવા અને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ નોંધવા જાહેરનામુ બહાર પાડેલ હોય જે જાહેરનામાનો અમલ કરાવવા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા સાહેબ ખેડા-નડીયાદ નાઓ દ્વારા આપવામાં આવેલ સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક વી.એન.સોલંકી કપડવંજ નાઓના માર્ગદર્શન મુજબ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ખેડા-નડીયાદ ની કચેરીના પીઓએલ(૧)વશી/૬૧૧૩/૫૮/૨૦૨૨ આધારે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ ના જાહેરનામાં આધારે મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.સીસારા નાઓની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ મહેમદાવાદ પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળેલા અને ફરતા ફરતા મહેમદાવાદ બી.બી.પંડ્યા શોપીંગ સેન્ટરમાં કિસ્મત મોબાઇલ નામની દુકાનમાં તપાસ કરતાં જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા મુજબ જરૂરી રજીસ્ટર નિભાવેલ ન હોય જેથી તેઓના વિરૂધ્ધ મહેમદાવાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ