Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ રેલવે સ્ટેશનનું નિર્માણકાર્ય વર્લ્ડ કલાસ બની રહેશે : કેન્દ્રીય રેલવે મંત્રી.

Share

ભાજપ સરકાર અને સંગઠન પ્રેરિત ગુજરાત ગૌરવ યાત્રા ઉનાઈથી આજે ભાથીજી મહારાજની વિરભૂમિ ફાગવેલ આવી પહોંચી હતી, જ્યાં ગૌરવ યાત્રાનું દબદબાભેર સ્વાગત સાથે સમાપન થયું હતું.

આ પ્રસંગે યોજાયેલી જાહેરસભા પૂર્વે ગૌરવયાત્રામાં જોડાયેલા કેન્દ્રીય રેલવે મંત્રી અસ્વિની વૈષ્ણવજીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ડબલ એન્જિન સરકારને લીધે સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઓઅને સ્થાનિક નેતાઓ, કાર્યકરો અને જનતાની માંગણીને લઇ સરદાર પટેલની ભૂમિ નડિયાદ સ્ટેશનનું નિર્માણકાર્ય વર્લ્ડ કલાસ બની રહેશે એવી હું જાહેરાત કરું છું. આ ભૂમિ સરદાર પટેલની ભૂમિ છે. દેશના નિર્માણમાં સરદાર પટેલનું યોગદાન અમૂલ્ય છે ત્યારે આ લાગણી અને માંગણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પહોંચાડી તો માત્ર બે કલાકમાંમાં જ વડાપ્રધાને નિર્ણય લઈ નડિયાદ રેલવે સ્ટેશનને વર્લ્ડ કલાસ સ્ટેશન બનાવવાનો નિર્ણય લીધો છે. તેની સાથે બુલેટ ટ્રેનનું કામ પણ 96 કિલોમીટર જેટલું પુરું થયું છે. તેને આગામી સમયમાં ખૂબ ઝડપથી પૂરું થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર કટિબદ્ધ છે.

કેન્દ્રીય ચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જનમેદનીને સંબોધતા વીર ભાથીજી મહારાજને યાદ લાર્ય હતા અને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખેડા જિલ્લાની તમામ છ એ છ બેઠકો પર ભાજપનું કમળ ખીલી ઉઠશે તેવો સંકલપ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ધારાસભ્ય કેસરીસિંહ, ભાજપ સંગઠનના પ્રદેશ અગ્રણીઓ ગોરધનભાઇ ઝાડફિયા, ભાર્ગવભાઇ ભટ્ટ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, લીલાબેન અંકોલીયા વગેર મોટી સંખ્યામાં હોદ્દેદરો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ભાથીજી મહારાજની જય અને ભારતમાતાની જયના નારા ગુંજી ઉઠયા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

લીંબડી નગરપાલિકાનાં સફાઈ કામદારોને છેલ્લા 8 માસથી પગાર નહીં મળતાં લીંબડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ડેડીયાપાડા તાલુકાના આંબાવાડી ગામે જમવા બાબતે ઝગડો થતા પિતાની ઈંટ મારી પુત્રએ હત્યા કરી.

ProudOfGujarat

ચાંદોદથી કેવડિયા બનનારી બ્રોડગેજ રેલવે લાઈનનો તિલકવાડાના ખેડૂતો દ્વારા વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!