ખેડા જિલ્લાના ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ વિભાગ દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે ખાદ્ય સુરક્ષા અંગે સઘન તપાસની કામગીરી ચાલી રહી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદ કચેરી ના કુલ ચાર ફુડ સેફટી ઓફીસરોની સંયુકત ટીમ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં તહેવારોને ધ્યાને રાખી તા. ૬-૧૦-૨૨ થી તા.૨૦–૧૦–૨૨ સુધી સઘન તપાસ કરી નમુના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત મીઠાઈના ૧૬, ફરસાણના ૧૦, બરફીના ૬, ધીના ૩, મીઠા માવાના ર, સ્પાઈસીસના ૧, રો મટીરીયલનાં ૩ એમ કુલ ૪૧ નમુના લઈ ગુજરાત રાજયની ફુડ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે.
વધુમાં આ સમય ગાળા દરમ્યાન ફરસાણ મીઠાઈના ઉત્પાદકો તથા રીટેલરોની કુલ ૭૬ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી તથા બીન આરોગ્યપ્રદ સ્થિીતીમાં, ખુલ્લો તથા વાસી ખોરાકના જથ્થા, જેમ કે અંદાજિત કિંમત રૂ. ૬,૬૦૦ ની ૨૨ કીલો મીઠાઈ, અંદાજીત કીંમત રૂ. ૧,૭૫૦ ના ૧૫ કીલો ફરસાણ, અંદાજીત કીંમત રૂ. ૨૦૦નું ૪ કીલો તળેલું તેલ, અંદાજીત કીંમત રૂ. ૧૭૫૦ની ૭ કીલો બરફી તેમ કુલ અંદાજીત કીમત રૂ.૧૦,૩૦૦ ના ૪૮ કીલો ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અને ઔષધ નિયમન તંત્રની કચેરીના ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા કુલ ૨૩ પેઢીઓમાં ટીપીસી મશીન દ્વારા તળેલા તેલની તપાસ કરવામાં આવેલ જેમાં ૨ પેઢીઓમાં ૨૫થી વધારે ટીપીસી આવતા તેનો નાશ કરવામાં આવેલ તથા કુલ ૨૫ પેઢીમાં મેજીક બોક્ષ દ્વારા માવો તથા મીઠાઇઓ તપાસ કરવામાં આવેલ જેમાંથી ઉપર જણાવ્યા મુજબ ૨૨-કીલો મીઠાઈ નો નાશ કરવામાં આવ્યો છે.
નરેશ ગનવાણી : નડિયાદ