Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : “૩૦ મી રાષ્ટ્રીય બાળવિજ્ઞાન પરિષદ” માં જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઇ.

Share

જય મહારાજ સાથે જણાવવાનું કે ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ N.C.S.T નેટવર્ક તથા ગુજકોસ્ટ દ્વારા આ વર્ષે ૩૦ મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનુ આયોજન ડૉ.કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર -ખેડા દ્વારા ખેડા જિલ્લાની જીલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ નું આયોજન રોટરી ક્લબ હોલ, સંતરામ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે તા.૧૯/૧૦/૨૦૨૨ના રોજ યોજાયેલ હતી.જેમા શ્રી સંતરામ પ્રાથમિક વિધાલયમાં ભણતા ધોરણ -૮ ના વિદ્યાર્થી જોષી મલ્હાર વિશાલ ભાઇના સાયન્સ પ્રોજેક્ટનો ત્રીજો નંબર પ્રાપ્ત કરી રાજ્યકક્ષાએ પસંદગી પામેલ છે. જેના ભાગરૂપે તેઓને ટ્રોફી તેમજ રૂપિયા ૫૦૦/- નો ચેક તથા સર્ટિફિકેટ મળેલ છે. આ ઉપરાંત ધોરણ -૮ માં અભ્યાસ કરતા પ્રજાપતિ પ્રિત કલ્પેશભાઈના પ્રોજેક્ટની પણ રાજ્ય કક્ષાએ પસંદગી થયેલ છે. આ બંને વિધાર્થીઓએ તેમજ તેમના માગૅદશૅક શિક્ષક એ શ્રી સંતરામ પ્રાથમિક વિધાલયનું ગૌરવ વધાર્યું છે. તેમને સંસ્થાના મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભાવનગરનાં ગારિયાધારમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર જુગાર રમાડતા 6 શખ્સ ઝડપાયા

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા “વિશ્વ દૂધ દિવસ” ની થયેલી ઉજવણી

ProudOfGujarat

સપનાઓ સાકાર કરવા સંઘર્ષ કરતી મોડેલ સપના નકુમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!