ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ ની ટૂંક સમયમાં જાહેરાત થનાર છે ત્યારે તેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપ જિલ્લા પ્રશાસન પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની આગેવાની હેઠળ વહીવટી તૈયારીઓ કરી રહ્યું છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે એમ.સી.એમ.સી કમીટીની કામગીરી અંગે એક તાલીમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કમિટીએ કરવાની કામગીરી જેવી કે ચૂંટણી લડતા ઉમેદવારોના ખર્ચ, ઇ મીડીયા અને પ્રિન્ટ મીડીયાના કોડ ઓફ કન્ડક્ટ જેવી અનેક બાબતોની જાણકારી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરએ ઉપસ્થિત સદસ્યોને આપી આપી.
આ બેઠકમાં એમ.સી.એમ.સી. કમીટીના સભ્ય અને સિનિયર સીટીઝન કલબના ભાસ્કરભાઇ ઇન્દુભાઇ પટેલનું શાલ અને બુકે આપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેટકર કે.એલ.બચાણી અને જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવેએ સન્માન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જન સેવા એ જ પ્રભુસેવાને ચરિતાર્થ કરનાર ફેડરેશન ઓફ સિનિયર સિટીઝનના ભૂતપુર્વ પ્રમુખ અને વિકલાંગો-અંધજનોના હમદર્દ એવા ભાસ્કરભાઇ પટેલએ નડિયાદને કર્મભૂમિ બનાવી છે અને ૪૬ જેટલી ક્લબો સાથે ૭૦૦૦ જેટલા સિનિયર સીટીઝનો સાથે જોડાયેલા છે.
આ બેઠકમાં નાયબ ચૂંટણી અધિકારી ધર્મેન્દ્ર ચૌહાણ અને ચૂંટણી શાખાના જાદવભાઇએ પાવર પોઇન્ટ પ્રેન્ઝન્ટેશન દ્વારા એમ.સી.એમ.સી. કમીટીની કામગીરીની રૂપરેખા જણાવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે, ડીઆરડીએના નિયામક રાણા, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, નાયબ ચૂંટણી અધિકારી ચૌહાણ, જિલ્લા માહિતી ખાતાના નાયબ માહિતી નિયામક નિત્યાબેન ત્રિવેદી, સિનિયર સીટીઝન કલબના ભાસ્કરભાઇ પટેલ, ચૂંટણી શાખાના સોનાલીબેન ઓઝા સહિત કમિટી સભ્યો ઉપસ્થિત રહયા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ