Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : માતરના સંધાણા પાસે અજાણ્યા વાહનની ટક્કરે દંપતીનુ મોત.

Share

માતર પાસેના સંધાણા ગામ નજીકથી પસાર થતા અમદાવાદ-મુંબઈ હાઈવે નંબર 48 પર બુધવાર સવારે હિટ એન્ડ રન ઘટના બની છે. અહીયાથી પસાર થઈ રહેલ એક્ટીવાને અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારી હતી. આથી એક્ટીવા પર સવાર દંપતી રોડ પર પટકાયા હતા. ટક્કર માર્યા બાદ આ વાહન અહીંયાથી ફરાર થઈ ગયુ હતુ. બીજી તરફ અકસ્માત બાદ આ દંપતીનું ઘટના સ્થળે મોત થયું હતું. આસપાસના લોકો દોડી આવતાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બાદ સ્થાનિક પોલીસ બનાવ સ્થળે આવી ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે. આકસ્માતમા મૃત્યુ પામેલા બન્ને લોકોને માતર સીએચસીમાં પીએમ માટે લઈ જવામાં આવ્યા છે. પોલીસ વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ આ મરણજનાર વ્યક્તિઓના નામ રફીકભાઈ બરોડાવાળા અને તેમની પત્ની રહેનાબેન બરોડાવાળા છે. આ દંપતી ડાયાબિટીસની દવા લેવા જતાં આકસ્માત નડ્યો છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નડિયાદ : મહુધાના મંગળપુર પાટીયા પાસે કારમાં આગ લાગતા અફરાતફરી.

ProudOfGujarat

અખાત્રીજ જેવા મંગલ દિવસને કોરોનાનું ગ્રહણ !

ProudOfGujarat

મલ્ટિપલ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઝઘડીયા સ્થિત GIDC માં ૫૦૦ અનાજની કીટનું દાન આપવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!