Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ટ્રકમાં વોટર ફિલ્ટર અને કુલરની જગ્યાએ સંતાડેલો દારૂ ઝડપાયો.

Share

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પેટ્રોલિંગમાં હતાં. આ દરમિયાન બાતમી મળી હતી કે એક ટાટા ટર્બો ગાડી વડોદરાથી અમદાવાદ તરફ જનાર છે જેમા ઈંગ્લીશ દારૂ છુપાયો હોવાની જાણ થઈ હતી અને આ વાહન ચકલાસી પાસેથી પસાર થનાર છે તેવી માહિતી મળતાં પોલીસના માણસો ચકલાસી પાસે એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ ટાટા ટર્બો ને અટકાવી હતી. વાહન ચાલકની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ હેમરામ ધીમારામ ચૌધરી (રહે.બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે વાહનની પાછળની બાજુએ તલાસી લેતાં તેમાં વોટર ફીલ્ટર એન્ડ એસી કુલર્સના મશીન હતુ અને આમાં નકલી ચોરસ ખાનામાં ઈલેક્ટ્રીક મીટર તથા ફ્યુઝ લગાવેલ ચોરસ ખાનું ખોલી જોતા ઈગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કુલ બોક્ષ 434 જેમા બોટલ નંગ 5208 મળી કુલ રૂપિયા 22 લાખ 51 હજાર 200 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગુનામા વપરાયેલ વાહન મળી કુલ રૂપિયા 31 લાખ 58 હજાર 800 નો જપ્ત કર્યો છે અને આ દારૂ ક્યાથી લાવવામા અવ્યો અને ક્યા લઈ જવાતો હતો તે દિશામાં ચાલકની પુછપરછ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

રાજપારડી ચાર રસ્તા નજીક કવાંટના ઇસમની લાશ મળી ઠંડીના કારણે મોત થયાનુ અનુમાન .

ProudOfGujarat

નડિયાદ : આગરવાની કેનાલમાં પગ લપસતા યુવક ડૂબ્યો.

ProudOfGujarat

ભરૂચ : નબીપુરમાં ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!