Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કણજરી – બોરીયાવી સ્ટેશન નજીક ઇન્ટરસિટી ટ્રેનનું એન્જિન છૂટું પડી ગયું

Share

અમદાવાદથી વડોદરા જતી ઇન્ટરસિટી ટ્રેન નડિયાદથી આણંદ તરફ જતી હતી. ત્યારે કણજરી બોરીયાવી સ્ટેશન નજીક એન્જિન અને ડબ્બા વચ્ચેનું જોઈન્ટ તૂટી ગયું હતું. જેથી એન્જિન બે ડબ્બા સાથે આગળ નીકળી ગયું હતું. જ્યારે બાકીના ડબ્બા કણજરી સ્ટેશન પર રહી ગયા હતા.
અમદાવાદ વડોદરા ઇન્ટરસિટી ટ્રેન બપોરના ત્રણેક વાગે નડિયાદથી ઉપડી આણંદ તરફ જઈ રહી હતી. ત્યારે કણજરી રેલવે સ્ટેશન ટ્રેન ધીમી પડી હતી. આ દરમિયાન એન્જિન પાછળના બીજા અને ત્રીજા ડબ્બા વચ્ચેનું જોઈન્ટ તૂટી જતા એન્જિન બે ડબ્બા સાથે આણંદ તરફ આગળ વધ્યું હતું. જ્યારે પાછળના ડબ્બા કણજરી સ્ટેશન પર રહી ગયા હતા. ઘણા સમય થવા છતાં કણજરીથી ટ્રેનના ડબ્બા આગળ ન જતા મુસાફરો સ્ટેશન ઉપર જતા આગળના ડબ્બા સાથે એન્જિન આગળ નીકળી ગયાનું જણાઈ આવ્યું હતું. આ અંગે કણજરી રેલવે સ્ટેશન માસ્ટરે ઉપરાંત રેલવેના અધિકારીઓને જાણ કરી હતી. જેથી રેલવેના અધિકારીઓ તુરંત જ સ્ટેશન ખાતે દોડી ગયા હતા.

રેલવેના અધિકારીઓએ નડિયાદ તરફથી વડોદરા તરફ જતી ટ્રેનોને અટકાવી દીધી હતી. જેથી ખોટી દુર્ઘટના સર્જાતી નિવારી શકાઈ હતી. રેલવેના અધિકારીઓએ નડિયાદથી એન્જિન બોલાવી કણજરી સ્ટેશન પર અટકી ગયેલા ડબ્બાઓ સાથે જોડી ઇન્ટરસિટી ટ્રેનને આણંદથી વડોદરા તરફ મોકલવા આવી હતી. જોઈન્ટ તૂટી જાતા ઘટનાને કારણે વડોદરા તરફ જતી ટ્રેનો મોડી પડતા મુસાફરો મુશ્કેલમાં મુકાયા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સુરત સાઇબર ક્રાઇમ વિભાગની ટીમે ATM સેન્ટરમાં પૈસા ઉપાડવા જતા લોકોને વાતોમાં ભોરવી પિન નં. મેળવી બાદમાં રૂપિયા ઉપાડી લેતી ટોળકીમાં સામેલ એક સગીર કિશોરને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વાગરાની દહેજ સેઝ 2 માં યશસ્વી રસાયણની ઘટનામાં સાત લોકો સામે ફરિયાદ.

ProudOfGujarat

જંબુસરની નવયુગ વિદ્યાલયમાં 254 મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!