Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડીયાદના ચકચારી તાન્યા મર્ડર કેસનો આરોપી પેરોલ જમ્પ કરી ફરાર થઈ જતાં પોલીસે ઝડપી પાડયો.

Share

ખેડા પેરોલ ફ્લો સ્ક્વોડ પોલીસે ટેકનીકલ સર્વલન્સ તથા સાયબર સેલની મદદથી આ ભાગેડું આરોપી મીત ઉર્ફે ભલો વિમલકુમાર પટેલ બહુચરાજી ખાતે છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસની ટીમે આરોપીને ઝડપી લીધો છે. પોલીસે આ આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓને પકડવા માટે સ્પેશીયલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જેથી એલ.સી.બી. એસ.ઓજી.અને પેરોલ ફર્લો સ્કોડને જીલ્લાના તેમજ જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ખાસ સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને પો.ઇન્સ.એવી.પરમાર એલ.સી.બી.નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડના પો.સ.ઇ.પી.જે.પરમાર નાઓ તથા પેરોલ ફર્લોસ્કવોર્ડ સ્ટાફના પોલીસ માણસો જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની શોધી કાઢવા ખાનગી વાહનમાં નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે નાસતો ફરતો આરોપી મિત ઉર્ફે ભલો વીમલકુમાર પટેલ રહે.પ- લક્ષ ડુપ્લેક્ષ જાનકીદાસ સોસાયટી પાસે સંતરામ ડેરી રોડ નડીયાદ બહુચરાજી ખાતે હોવાની હકીકત મળતા ટેકનિકલ સર્વલન્સ તથા સાયબર સેલના પો.કો.પંકજકુમાર નાઓની મદદ મેળવી સદર આરોપીને ગુનો દાખલ થયાના ગણતરીના કલાકોમાં શોધી અટક કરી આગળની કાર્યવાહી અર્થે નડીયાદ પશ્ચિમ પોલીસને સોંપેલ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કની મોકડ્રિલ યોજાઇ.

ProudOfGujarat

છોટાઉદેપુર : ધમોડી ગામમાં ખૂનના ગુનાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 6 દર્દીઓ પોઝિટિવ મળી આવતા જિલ્લાનું વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!