Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદના યુવાને દેવું વધી જતાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

Share

નડિયાદ સંતરામ રોડ ઉપર આવેલા વર્ગો કોમ્પ્લેક્ષની પાસે સાલેમ સ્ટ્રેટની અંદર રહેતા આનંદ કુમાર કારભરીએ પોતાના ઘરની અંદર પંખાની સાથે લટકીને આત્મહત્યા કરી લીધી છે અને પંખાની સાથે લાગેલા હૂકની સાથે પ્લાસ્ટિકની રસી વડે પોતાનો જીવન ટૂંકાવી નાખ્યું હતું.

પોલીસે તપાસ કરતા બાજુના રૂમમાંથી એક ડાયરીની અંદર ત્રણ પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી અને મૃત્યુ પામનાર આનંદ કુમારે ત્રણ પેજ ભરીને લગભગ ૧૨ જેટલા પેરેગ્રાફની અંદર પોતાની આપવીતી જણાવીને આત્મહત્યા કરી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. પોલીસે કબજે કરેલી સુસાઇડ નોટની અંદર લખેલા અક્ષર મૃત્યુ પામ્યા યુવકના છે કે કેમ તે દિશામાં અત્યારે તપાસ શરૂ કરાય છે. આ સમગ્ર ઘટના બાબતે મૃત્યુ પામેલા યુવકનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાડી હાથ ધરવામાં આવી છે, આ વાતને લઈને તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે મૃત્યુ પામનાર યુવક અપરણિત છે અને પોતાના મકાનની અંદર એકલો રહેતો હતો અને દેવું વધી જવાના કારણે તેમણે આ પ્રકારનું પગલું ભર્યું હોવાની માહિતી સામે આવી છે.

Advertisement

પોલીસે અત્યારે સુસાઇડ નોટ પણ કબજે કરી લીધી છે અને સુસાઇડ નોટની અંદર લખેલા અક્ષરો મૃત્યુ પામનાર યુવકના છે કે નહીં તેની ચકાસણી માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસે મૃત્યુ પામ્યા યુવકના સગાભાઈ આશિષભાઈની ફરિયાદના આધારે અપમૃત્યુના અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વાલિયા ગ્રામ પંચાયત દ્રારા વીજ બીલ નાં ભરવા વીજ કંપની નાં અધિકારી ઓએ સ્ટ્રીટ લાઈટ કનેકશન કાપી નાખતા ગામમાં અંધાર પટ છવાઈ ગયો છે.

ProudOfGujarat

જામનગરમાં દિગ્વિજય પ્લોટમાંથી 555 કિલો નકલી ઘી નો જથ્થો કબજે કરાયો.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયા જીઆઇડીસી ની નાઈટ્રેક્ષ કંપનીમાં ધડાકો, 3 કામદાર ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!